Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક અધિકારીઓની ટૂકડીઓએ બે દિવસમાં સેંકડો વીજચોરને પકડ્યાઃ
જામનગર તા. ૧૦: જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા મંગળવારે જામનગર તાલુકા તથા લાલપુર શહેર-તાલુકામાં કરવામાં આવેલા વીજ ચેકીંગમાં રૂ. ૬૮ લાખ ૩૦ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ હતી. જ્યારે ગઈકાલે જોડિયા, કાલાવડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, કલ્યાણપુર, ભાટીયા અને દ્વારકા શહેરમાં કરવામાં આવેલા વીજ ચેકીંગમાં રૂ. ૪૫ લાખ રપ હજારની વીજચોરી ઝડપાઈ છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી પકડવા માટે શરૂ કરવામાં આવેલા ચેકીંગના દૌરમાં મંગળવારે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૪૭ ટૂકડી ચેકીંગ માટે જામનગર તાલુકાના મોટી ખાવડી, શાપર, બેડ, વસઈ, રાવલસર, સિક્કા પાટીયા પાસે ધસી ગઈ હતી.
તે ઉપરાંત લાલપુર શહેર અને લાલપુર તાલુકામાં પણ વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. સ્થાનિક પોલીસના ૧૧ જવાન અને ૧૬ એક્સ આર્મીમેન તથા ૧૩ એસઆરપીમેનના સુરક્ષા કવચ હેઠળ હાથ ધરાયેલા ચેકીંગમા ૬૦૯ વીજજોડાણ ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૯૬ વીજજોડાણમાં ગેરરીતિ મળી આવી હતી. તેના ધારકોને રૂ. ૬૮ લાખ ૩૦ હજારના પુરવણી આપવામાં આવ્યા હતા.
ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૪૭ ટૂકડીઓ જોડિયા શહેર તેમજ મોટા વડાળા, મેઘપર, કાલાવડના નિકાવા સહિતના ગ્રામ્ય પંથકોમાં વીજ ચેકીંગ માટે પહોંચી હતી. જ્યારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાટીયા, રાવલ તથા ઓખા શહેર તથા ઓખા મંડળના ગ્રામ્ય પંથકમાં પણ વીજ ચેકીંગ કરાયું હતું. આ ટૂકડીઓએ ૪૬૭ વીજજોડાણ ચકાસ્યા હતા તેમાંથી ૮૩ જોડાણમાં વીજચોરી મળી આવતા તેના ધારકોને રૂ. ૪૫ લાખ ૨૫ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. ચેકીંગ ટૂકડીઓએ બંદોબસ્તમાં સ્થાનિક પોલીસના ચાર કર્મચારી તેમજ તેર એસઆરપી મેન અને અઢાર એક્સ આર્મીમેનને જોડ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial