Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮૬૮ થી શરૂ થયેલું ટાટા ગ્રુપ વિશ્વભરમાં ફેલાયેલુ છે
મુંબઈ તા. ૧૦: પાકિસ્તાનના અર્થતંત્ર કરતા વધુ વેલ્યૂએશન ધરાવતું ટાટા ગ્રુપ ૧૦ લાખને રોજગારી આપે છેઃ ૧૦૦ થી વધુ કંપનીઓ ધરાવે છે.
નિમકથી માંડીને એરલાઈન સુધી લગભગ તમામ સેગમેન્ટમાં બિઝનેસ કરતા ટાટા ગ્રુપની નેટવર્થ પાકિસ્તાનના જીડીપી કરતા વધુ છે. પાકિસ્તાનનો આ વર્ષનો જીડીપી ૩૪૭ અબજ ડોલર હોવાનો અંદાજ છે, જ્યારે ટાટા ગ્રુપની માર્કેટ કેપ રૂ. ૪૦૦ અબજ ડોલરથી વધુ છે. ટાટા ગ્રુપ ભારતનો ૪૦૦ અબજ ડોલરનો બિઝનેસ ધરાવતી દિગ્ગજ ઈન્ડસ્ટ્રી છે. જેના સામ્રાજ્યમાં ૧૦૦ થી વધુ કંપનીઓ છે.
ટાટા ગ્રુપની ર૬ કંપનીઓ સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટેડ છે. ટાટા ગ્રુપ ખૂબ જુની કારોબારી ઘરાનાનું છે. ૧૮૬૮ માં એક ટ્રેડીંગ કંપની તરીકે તેની શરૂઆત થઈ હતી. ટાટા ગ્રુપમાં આશરે ૧૦૦ કંપનીઓ સામેલ છે. જેનો કારોબાર ૧૦૦ થી વધુ દેશોમાં ફેલાયેલો છે. વિશ્વના ૧પ૦ દેશોમાં ટાટા ગ્રુપની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ટાટા ગ્રુપની ટોચની કંપનીઓ ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઈટન કંપની, ટાટા કેમિકલ, ટાટા પાવર, ઈન્ડિયન હોટલ્સ કંપની, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, વોલ્ટાસ લિમિટેડ, ટ્રેન્ટ લિમિટેડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મેટાલિક્સ, ટાટા એલેક્સી, નાલ્કો લિમિટેડ, ટાટા ટેક અને રેલિસ ઈન્ડિયા સામેલ છે.
લિસ્ટેડ રપ થી વધુ કંપનીઓના શેર્સ આજે રતન ટાટાના નિધનના કારણે ફ્લેટથી ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા ગ્રુપ રોજગારી આપવામાં અવ્વલ છે. ટાટા ગ્રુપે લાખોની સંખ્યામાં લોકોને રોજગારી આપી છે. ર૦ર૩ ના આંકડાઓ અનુસાર ટાટા ગ્રુપમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા ૧૦,ર૮,૦૦૦ હતી, જેમાં ટીસીએસમાં જ ૬.૧પ લાખ લોકો કામ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial