Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાદીમા ગંભીર રીતે બીમાર થયા અને તે જ સમયે શરૂ થયેલા
મુંબઈ તા. ૧૦: રતન ટાટાએ આજીવન લગ્ન નહોતા કર્યા, તેની પાછળ ભારત-ચીન યુદ્ધ જવાબદાર છે, અને દાદીમા બીમાર થતા ભારત આવ્યા પછી તેઓની વિદેશમાં પ્રગટેલી લવસ્ટોરી અધુરી જ રહી ગઈ હતી.
રતન ટાટાએ દુનિયાને અલવિદા કરી દીધું છે, પરંતુ તેઓ હંમેશાં દેશવાસીઓના દિલમાં રાજ કરતા રહેશે. તેઓ મોટા ઉદ્યોગપતિ તો હતાં જ, પરંતુ ઉદ્યોગની સાથે-સાથે તેમણે દેશ પ્રત્યે પોતાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી છે. ત્યારે હવે આજે દરેક લોકો તેમના અંગત જીવન વિશે જાણવા માંગે છે.
રતન ટાટા પાસે બધું જ હતું, પરંતુ તેમને એક દુઃખ હતું જેનો ઉલ્લેખ તેમણે પોતાના મેનજર શાંતનુની સ્ટાર્ટઅપ 'ગુડફેલોસ'ની ઓપનિંગ દરમિયાન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'તમને નથી ખબર કે એકલા રહેવું કેવું હોય છે? જંયાં સુધી તમે એકલા સમય પસાર કરવા માટે મજબૂર નહીં થાઓ ત્યાં સુધી તમને એહસાસ નહીં થશે. જ્યાં સુધી તમે ખરેખર વૃદ્ધ ન થઈ જાવ ત્યાં સુધી કોઈને પણ વૃદ્ધ થવાની ઈચ્છા બિલકુલ નથી થતી.'
રતન ટાટાના લગ્ન નહોતા થયા, પરંતુ તેમની પણ એક લવ સ્ટોરી રહી હતી, જો કે તેમની આ લવ સ્ટોરી અધુરી રહી ગઈ હતી. રતન ટાટાને એક કંપનીમાં કામ કરવા દરમિયાન લોસ એન્જિલ્સમાં પ્રેમ થયો હતો, પરંતુ તેઓ આ મહિલા સાથે લગ્ન કરવાના જ હતાં ત્યારે અચાનક તેમને ભારત પરત આવું પડ્યું, કારણ કે તેમની દાદીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. રતન ટાટાના મનમાં એમ હતું કે, જે મહિલાને હું પ્રેમ કરૂ છું તે પણ મારી સાથે ભારત આવી જશે, પરંતુ રતન ટાટાના જણાવ્યા પ્રમાણે ભારત-ચીન લડાઈના કારણે મહિલાના માતા-પિતા તેમના ભારત આવવાના પક્ષમાં નહોતા અને આવી રીતે તેમનો સંબંધ તૂટી ગયો અને તેમની લવ સ્ટોરી અધુરી રહી ગઈ હતી.!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial