Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૭ ઓકટોબરે આયંબિલના પારણાઃ
જામનગર તા.૧૦ :જામનગરના ચાંદી બજાર પાસે આવેલ વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘના શેઠજી દેરાસર પાસેની દેરીમાં તપાગચ્છાધિષ્ઠાયક મણિભદ્રવીર દાદાનો હવન યોજાયા પછી ગઈકાલથી જૈનોના તમામ ફિરકાઓમાં આસો માસની આયંબિલની ઓળીનો બાર જગ્યાએ આરંભ થઈ ગયો છે. નગરમાં ચાતુર્માસ માટે બિરાજતા હેમન્તવિજયજી અને દેવરક્ષિત વિજયજી મહારાજની નિશ્રામાં મણિભદ્રવીર દાદાનો હવન-પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
જામનગરના ચાંદી બજારમાં આવેલા લોકાગચ્છના વંડામાં, દેવબાગમાં, અમૃતવાડીમાં, લાલબંગલા, નજીક પોપટલાલ ધારશી દેરાસરની પાસેના જૈન પ્રવાસી ગૃહમાં ગોંડલ સંપ્રદાયના બાલ બ્રહ્મચારિણી માલતિબાઈ મહાસતિજી, સુધાબાઈ મહાસતિજીની નિશ્રામાં તથા પટેલ કોલોનીમાં શંખેશ્વર પાર્શ્વનાથ જીનાલયના આરાધના ભુવન, કામદાર કોલોની, બેંક કોલોની સહિતના સ્થળોએ આયંબિલ શરૂ થયા છે. જેના પારણા તા. ૧૭-૧૦ ના રોજ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial