Advertisement
Author: નોબત સમાચાર

૧૨ વર્ષની બાળકી પર દુષ્કૃત્ય ગુજારનાર ધુંવાવના શખ્સને ૨૦ વર્ષની સખત કેદ

ત્રણ વર્ષ પહેલાં પંચકોશી એ ડિવિઝનમાં થઈ હતી રાવઃ

જામનગર તા. ૧૦: જામનગર નજીકના ધુંવાવ ગામના એક ઢગાએ ત્રણ વર્ષ પહેલાં બાર વર્ષની બાળકી સાથે પાશવી દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ શખ્સને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને રૂ. ૬ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા એક ગામમાં વસવાટ કરતી બારેક વર્ષની બાળકીને ફોસલાવીને વર્ષ ૨૦૨૧માં ધુંવાવ ગામના અબ્દુલરહીમ હારૂન બુખારી નામના પચ્ચાસ વર્ષના ઢગાએ પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બાબતની તે બાળકીએ પોતાના પરિવારને જાણ કર્યા પછી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આઈપીસી ૩૭૬ તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૮, ૧૨ હેઠળ ગુન્હો નોંધી ઢગાની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર તરફથી રોકાયેલા પી.પી. ભારતીબેન વાદીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી અબ્દુલરહીમ બુખારીને તકસીરવાન ઠરાવ્યા પછી આજે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને રૂ. ૧૨ હજાર દંડ પેટે ભરવા આદેશ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કરાયો છે. ભોગ બનનાર બાળકીને કમ્પેઈસેશનમાંથી રૂ. ૬ લાખ વળતર ચૂકવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh