Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રતન ટાટાના નિધન પર ભાવુક પોસ્ટઃ
મુંબઈ તા. ૧૦: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ભાવુક પોસ્ટમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે આ દેશ માટે દુઃખદ દિવસ છે. તેમનું નિધન ન માત્ર ટાટા સમૂહ, પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે. હું અંગત રીતે તેમના જવાથી દુઃખી છું. કેમ કે મેં એક સારો મિત્ર ગુમાવ્યો છે. તેમણે મને દરેક મુલાકાતમાં એક નવી ઊર્જા આપી. પ્રોત્સાહન આપ્યું. તેઓ દૂરદર્શી બિઝનેસમેન અને પરોપકારી હતાં. તેમણે હંમેશાં સમાજના પરોપકાર માટે કામ કર્યું. મુકેશ અંબાણીએ આગળ જણાવ્યું કે દેશે એક દયાળુ પુત્ર ગુમાવ્યો છે. રતન ટાટાએ દુનિયા સામે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ દુનિયાની સારી ચીજો ભારતમાં લઈને આવ્યા. ૧૯૯૧ માં ટાટા સમૂહ સંભાળ્યા પછી તેમણે બિઝનેસને ૭૦ ગણો વધારી દીધો. હું રિલાયન્સ, નીતા અને અંબાણી પરિવાર તરફથી ટાટા પરિવારના શોકગ્રસ્ત સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. રતન, તમે હંમેશાં મારા હૃદયમાં રહેશો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial