Advertisement
Author: નોબત સમાચાર

પત્નીને અન્ય સાથે ફોન પર વાત કરતા સાંભળી ગયેલા પતિને ધોકાથી માર પડ્યો

પ્રેમલગ્ન કરનાર યુવતીને માતા-પિતા, દાદીની ધમકીઃ

જામનગર તા. ૧૦: જામનગરના એક યુવતીએ પરિવારની મરજીની વિરૂદ્ધ જઈ પ્રેમલગ્ન કર્યા પછી તેણીને માતા-પિતા, દાદીએ ગાળો ભાંડી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે એક યુવાન પોતાના પત્નીને અન્ય પુરૂષ સાથે ફોન પર વાત કરતા સાંભળી ગયા પછી પત્ની તથા એક શખ્સે તે યુવાન પર ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો.

જામનગરના ૫ટેલકોલોની વિસ્તારની શેરી નં.પમાં રહેતા એક યુવતીએ પોતાના પરિવાર ની મરજી વિરૂદ્ધ જઈ પંચવટી વિસ્તારમાં રહેતા પોતાની જ જ્ઞાતિના શત્રુજીતસિંહ યોગેન્દ્રસિંહ રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે બાબતનો ખાર રાખી ગયા રવિવારે સાંજે તે યુવતીને ફોન કરી તેના માતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી યુવતીના પિતાએ પણ વાત કરી ધમકી આપવા ઉપરાંત યુવતીના સસરા યોગેન્દ્રસિંહ રાઠોડ સાથે ગાળાગાળી કરી હતી.

ત્યારપછી આ યુવતીના દાદી ઘર સુધી ધસી આવ્યા હતા. જ્યાં તેઓએ પૌત્રીને ગાળો ભાંડી ધમકી આપી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં વસવાટ કરતા મનોહરસિંહ પ્રવીણસિંહ જેઠવા નામના યુવાને પોતાના પત્ની કાજલબા તથા ચિરાગ અનિલભાઈ વેગડા સામે માર માર્યાની સિટી સી ડિવિઝનમાં રાવ કરી છે. જેમાં તેઓએ આપેલી કેફિયત મુજબ એકાદ વર્ષથી મનોહરસિંહ તથા કાજલબા અલગ રહે છે. તેઓએ છૂટાછેડા માટે પણ કોર્ટનો આશરો લીધો હતો. મનોહરસિંહને પોતાના પત્ની અન્ય પુરૂષ સાથે વાત કરતા હોવાની જાણ થઈ હતી અને મંગળવારે રાત્રે તિરૂપતિ સોસાયટીમાં કાજલબાના ઘેર તેઓ જ્યારે અન્ય સાથે વાત કરતા હતા ત્યારે મનોહરસિંહ પહોંચી જતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને કાજલબા તથા ચિરાગ વેગડાએ ગાળો ભાંડી મનોહરસિંહ પર ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh