Advertisement
Author: નોબત સમાચાર

નશામાં હેવાન બની માતા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ૧૪ વર્ષની કેદસજા

ભોગ બનનાર મહિલાને રૂ. ૧ લાખનંુ વળતર અપાશેઃ

જામનગર તા. ૧૦: જામનગરમાં વસવાટ કરતા એક મહિલા પર થોડા મહિનાઓ પહેલાં નશાના કારણે હેવાન બની ગયેલા સગા પુત્રએ પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની પોલીસમાં ફરિયાદ થયા પછી આરોપીની ધરપકડ કરાઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે હેવાન પુત્રને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર મહિલાને રૂ. ૧ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.

સભ્ય સમાજને શરમમાં મૂકી દેનારા આ બનાવની વધુ વિગત મુજબ જામનગરમાં રહેતા એક મહિલાના ૫તિનું બનાવના દોઢેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારપછી આ મહિલા પોતાના યુવાન પુત્ર સાથે વસવાટ કરતા હતા.

જે રાત્રે ઉપરોક્ત બનાવ બન્યો તે રાત્રે માતા ઘરમાં નિદ્રાધીન થયા હતા અને રાત્રે મોડે ઘેર આવવાની આદત ધરાવતો પુત્ર સાડા બારેક વાગ્યે આવ્યો હતો. તેણે માતાને પથારી કરી આપવા માટે કહેતા માતાએ પથારી કરી આપી ત્યારે આ નરાધમના મ્હોંમાંથી શરાબની દુર્ગંધ આવતી હતી. નશાના કારણે હેવાન બની ચૂકેલા આ શખ્સે પોતાની માતાને પગ દબાવી આપવા હુકમ કર્યા પછી બારી, બારણા બંધ કરી દીધા હતા અને લાઈટ બુઝાવી દીધી હતી.

ત્યારપછી આ શખ્સે પોતાની સગી માતાને દબોચી લઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે પછી આ શૈતાન નિદ્રાધીન થઈ ગયો હતો. પુત્રની હેવાનિયતથી ભયભીત બનેલી માતાએ મોડીરાત્રે ઘરની બહાર નીકળી ગઈ હોસ્પિટલના એક વિભાગમાં પહોંચી ત્યાંથી પોતાના માજણ્યા ભાઈને ફોન કરી પોતે મરી જવાની છે તેમ કહેતા તેણીના ભાઈએ મારા ઘરે આવ, હું હમણા આવું છું તેમ કહી હૈયાધારણા આપતા તે મહિલા પોતાના ભાઈના ઘેર પહોંચ્યા હતા અને ભાઈ સાથે વાત કર્યા પછી પોલીસ મથકે ધસી જઈ પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સામે રજૂ થયેલા ૨૫ દસ્તાવેજી પુરાવા અને ૧૫ સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી ૧૪ વર્ષની કેદની સજા તથા રૂ. ૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર મહિલાને કમ્પેઈન્સેશનમાંથી રૂ. ૧ લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh