Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવીઃ
જામનગર તા. ૧૦: જામનગરના દરેડ ગામમાં રહેતા બે ચારણ પરિવાર વચ્ચે પ્રેમ સંબંધના મામલે મનદુખ ઉભુ થયા પછી ગઈકાલે બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીકના દરેડ પાસે ચારણનેસ નજીક રહેતા ડાયાભાઈ આલાભાઈ ગુજરીયા નામના ચારણ યુવાનને દરેડ ગામમાં રહેતા એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા આ યુગલ ઘર છોડીને નાસી ગયું હતું. તે પછી થોડા દિવસો વિત્યે બંને પરત ફર્યા હતા. આ બાબતનો ખાર રાખી ગઈકાલે સાંજે દરેડ ગામથી લાલપુર બાયપાસ વચ્ચે આવેલી નીલગીરી ગોળાઈમાં ડાયાભાઈના ભાઈ રણછોડભાઈને આંતરી લઈ દરેડ ગામના આલા જેઠાભાઈ હાજાણી, મેઘરાજ જેઠાભાઈ હાજાણી નામના શખ્સોએ હુમલો કર્યાે હતો. આ શખ્સોએ પાઈપ તથા લાકડીથી માર મારી માથામાં તેમજ બંને હાથમાં ઈજા પહોંચાડી હતી.
તે બાબતની જાણ થતાં ડાયાભાઈ તથા તેનો નાનો ભાઈ ગોવિંદ ઘેરથી નીકળ્યા હતા. તેઓને દરેડના બસ સ્ટેન્ડ પાસે રોકી લઈ આલા તથા મેઘરાજે લાકડી-પાઈપથી માર મારી ગાળો ભાંડી હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈએ ફરિયાદ કરી છે.
તે ફરિયાદની સામે મેઘરાજ જેઠાભાઈ હાજાણીએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં ડાયા આલા ગુજરીયા એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા પછી બંને વ્યક્તિ ભાગી ગયા હતા અને થોડા દિવસ પછી પરત આવ્યા હતા અને પોતપોતાના ઘેર ચાલ્યા ગયા હતા. આ બાબતનું મનદુખ રાખી મેઘરાજ તથા તેના ભાઈ આલા સાથે ગઈકાલે સાંજે દરેડ બસ સ્ટેન્ડ પાસે ડાયા આલા ગુજરીયા, તેના પિતા આલા ગુજરીયા અને આલા ગુજરીયાના નાના પુત્રએ લોખંડની પટી તથા લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો. બંને પક્ષની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલામાં ઘવાયેલા બે વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial