Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ
ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'આંતરરાષ્ટ્રીય બાલિક દિવસ' નિમિત્તે 'બેટી બચાવો, બેટી પઢાવો' સપ્તાહની ઉજવણી અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખંભાળિયામાં નશામુક્તિ અને મહિલા અને બાળ અધિકારો અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
તા. ૧૧ ઓક્ટોબર 'આંતરરાષ્ટ્રીય બાલિક દિવસ' અંતર્ગત 'બેટી બચાવો, બેટી પઢાવો' સપ્તાહ ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા નશાબંધી અને આબકારી વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખંભાળિયામાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ડો. પ્રમોદસિંઘ ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી વિભાગના સબ ઈન્સ્પેક્ટર પી.આર. ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશાઓ અને તેની આર્થિક, સમાજિક અસરો વિશે માર્ગદૃશન આપી વિભાગની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતાં તથા વ્યસનમુક્તિ અંગેના શપથ લેવડાવ્યા હતાં.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા પુરુષો દ્વારા કરવામાં આવતા નશાઓનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બનતા હોય અને એવા સંજોગોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના વિવિધ માળખાઓ જેવા કે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત તેનાથી અવગત કર્યા હતાં. આ કાર્યક્રમાં કોલેજના અધ્યાપકો, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ, નશાબંધી અને આબકારી વિભાગના કર્મચારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial