Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોરોના હોય કે કુદરતી આફત, ટાટા ગ્રુપ મદદ માટે તૈયાર જ હોય!
મુંબઈ તા. ૧૦: રતન ટાટા જીવનભર દેશના વિકાસ અને લોકો માટે વિચારતા રહ્યા. તેઓ ભારતના લોકો માટે જ નહીં, પરંતુ વિશ્વભરના લોકો માટે એક મિસાલ હતાં. તેમણે ટાટા ગ્રુપને પોતાની મહેનત અને સમજદારીથી ઊંચાઈ પર પહોંચાડ્યું અને આજે પણ ટાટા ગ્રુપ ભારતની સૌથી વધુ કંપનીઓવાળું ગ્રુપ છે. રતન ટાટાએ પોતાના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે આજ સુધી કોઈ નથી કરી શક્યું. આ ઉપરાંત જ્યારે પણ દેશ પર કુદરતી આફત જેમ કે કોરોના જેવી કોઈ મુસીબત આવી ત્યારે દેશની મદદ કરવા માટે તેઓ સૌથી આગળ રહેતા હતાં. આવા દિગ્ગજ ઉદ્યોગપતિની વિદાય એ ભારત માટે મોટી ખોટ છે.
ટાટા ગ્રુપ એટલું મોટું ગ્રુપ છે કે તે 'મીઠું'થી લઈને જ્હાજ બનાવે છે. ટાટાએ પોતાના જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
રતન ટાટા માટે કામ પૂજા સમાન હતું. તેમના મતે કામ ત્યારે જ સારૃં થાય છે જ્યારે તમે તેનું સન્માન કરો છો. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશાં શાંત અને નમ્ર રહેતા હતાં. તે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી અને સન્માનથી મળતા હતાં. તેમની જરૂરિયાતોને સમજતા હતાં અને દરેક શક્ય રીતે મદદ કરતા હતાં. તેઓ કહેતા હતાં કે, જો તમારે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવી હોય, તો તે કામની શરૂઆત ભલે તમે એકલા હાથે કરી હોય, પરંતુ તેને ઊંચાઈ પર પહોંચાડવા માટે લોકોના સહયોગ જરૂરી છે. લોકોના સાથે મળીને જ આપણે આગળ વધી શકીએ છીએ.
રતન ટાટાને પ્રાણીઓ અને ખાસ કરીને રખડતા કૂતરા ખૂબ જ પસંદ હતાં. તે ઘણી એનજીઓ અને એનિમલ શેલ્ટર્સને પણ દાન આપતા હતાં. તેમનો ટ્રસ્ટ આર્થિક સંકટથી પીડાતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓએ જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર રતન ટાટા સ્કોલરશીપ અને ટાટા સ્કોલરશીપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial