Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બિલ્ડરને ચેક પરત કેસમાં બે વર્ષની કેદઃ રૂ. ર૮ લાખનો કરાયો દંડ

ડેરાછિકારી ગામના વેપારીએ કરી હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૦: લાલપુર તાલુકાના ડેરા છીકારી ગામના એક આસામીએ રૂ. ૧૪ લાખના ચેક પરતની શ્રીરામ કન્સ્ટ્રક્શન નામની પેઢીના ભાગીદાર સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ તથા રૂ. ર૮ લાખનો દંડ ફટકાર્યાે છે.

લાલ૫ુર તાલુકાના ડેરા છીકારી ગામમાં રહેતા નિલેશગીરી છત્રગીરી ગોસ્વામી તથા અરવિંદભાઈ રમેશભાઈ કટારમલ વચ્ચે મિત્રતાનો સંબંધ હોય અને બંને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેથી અરવિંદભાઈએ રૂ. ૧૪ લાખની રકમ નિલેશગીરી પાસે લીધી હતી.

તેની પરત ચૂકવણી માટે અરવિંદભાઈએ તેમની ૫ેઢીનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નિલેશગીરીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, તેઓ અને પ્રતાપભાઈ ગોરાણીયા ભાગીદાર છે, ફરિયાદી અને આરોપી વચ્ચે કોઈ વ્યવહાર થયો નથી પરંતુ ફરિયાદી અને આરોપીના ભાગીદાર પ્રતાપભાઈ વચ્ચે વ્યવહાર થયો છે અને તેની ફરિયાદીના પિતાએ અલગથી ફરિયાદ પણ કરેલી છે. હાલનો ચેક અરવિંદ ભાઈના ભાગીદાર પ્રતાપ ભાઈએ તેમની જાણ વગર આપ્યો છે.

તે ઉપરાંત આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી ૧૪ લાખની રકમ આપવા માટે સક્ષમ નથી. તેની સામે ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, આરોપી જે બચાવ લઈ રહ્યા છે તેનો સચોટ પુરાવો તેઓએ રજૂ કરવાનો રહે છે. આ કેસમાં તેવો પુરાવો રજૂ થયો નથી, બંને વચ્ચે લખાણ થયું છે તે બાબતે કોઈ તકરાર લેવામાં આવી નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી અરવિંદભાઈ કટારમલને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ ૧૪ લાખથી બમણી રકમ એટલે કે રૂ. ર૮ લાખનો દંડ ફટકાર્યાે છે. તેમાંથી રૂ. ૧૪ લાખ ફરિયાદીને વળતરપેટે ચૂકવી આપવામાં આવશે. દંડ ભરવામાં ન આવે તો વધુ ૬ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh