Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ખાવડીમાં અન્ય એક પ્રૌઢનું બેભાન બન્યા પછી મોતઃ
જામનગર તા. ૧૦: જામનગરના મોટી ખાવડી ગામમાં રહેતા મૂળ ઝારખંડના એક પ્રૌઢ પોતાની ઓરડીમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. રેલવે પોલીસ ફોર્સમાં નોકરી કરતા અને સિક્કામાં રહેતા એક પ્રૌઢ ગઈકાલે કોઈ રીતે બેભાન બન્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં વસવાટ કરતા મૂળ ઝારખંડ રાજ્યના જમશેદપુર જિલ્લાના વતની ગીરધારીલાલ રામુલાલ રાજપૂત (ઉ.વ.૫૮) નામના પ્રૌઢ ગઈ તા.ર૭ની સવારે પોતાના રહેણાંકના ઓરડામાંથી બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. આ પ્રૌઢને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ગોકુલનગર પાણાખાણમાં રહેતા અનિલ ભીખુભાઈ ઓડીચે પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામની ગોકુલપુરીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના વતની ગણેશલાલ પ્રસાદરાય (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના રહેણાંકના સ્થળે કોઈ કારણથી બેભાન બની ઢળી પડ્યા પછી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેઓ રેલવે પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા હતા. તેમના સાથી કર્મચારી મયુરસિંહ બહાદુરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. સિક્કા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial