Advertisement
Author: નોબત સમાચાર

તળાવમાં ઉતરી ગયેલા ઢોરને કાઢવા માટે ઉતરેલા પશુપાલકનું ડૂબી જવાથી મૃત્યુ

કાલાવડના ડેરી ગામમાં પ્રસરી ગમગીનીઃ

જામનગર તા. ૧૦: કાલાવડના ડેરી ગામના એક પશુપાલક ગઈકાલે મેંદરડી તળાવમાં ઉતરી ગયેલા પોતાના ઢોરને બહાર કાઢવા માટે તળાવમાં ઉતર્યા પછી ઉંડાણમાં ડૂબી ગયા છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવ્યું છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામની સીમમાં વસવાટ કરતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મચ્છાભાઈ ઝાલાભાઈ માટીયા નામના યુવાન ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે મેંદરડી તળાવ પાસે ઢોર ચરાવતા હતા.

આ વેળાએ તેમના ઢોર નદીના પાણીમાં ઉતરી જતાં તેને બહાર કાઢવા માટે મચ્છાભાઈ તળાવમાં ઉતર્યા હતા. આ વેળાએ ઉંડાણમાં પહોંચી ગયેલા આ યુવાન ડૂબી ગયા હતા. ત્યાં હાજર અન્ય લોકોએ બહાર કાઢી મચ્છાભાઈને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. વસ્તાભાઈ ભુટાભાઈ માટીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh