Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને મોટર સળગી ગઈ હતીઃ
જામનગર તા. ૧૦: કાલાવડના મોટી માટલીથી મતવા ગામ વચ્ચે ગયા શુક્રવારે સાંજે બે મોટર ટકરાઈ હતી. જેમાં બે યુવાનને ઈજા થઈ હતી અને બંને મોટર સળગી ગઈ હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલા ગોપાલચોકમાં રહેતા અર્જુનસિંહ નારૂભા જાડેજા તથા છત્રપાલસિંહ ગયા શુક્રવારે સાંજે જીજે-૧૦-ડીએ ૬૯૨૪ નંબરની મોટરમાં કાલાવડ તરફ જતા હતા ત્યારે મોટી માટલી ગામથી મતવા વચ્ચે જીજે-૧૦-ડીએ ૯૨૧૪ નંબરની આઈ-૨૦ મોટર સામેથી ધસી આવી હતી.
આ મોટર રોંગ સાઈડમાં આવ્યા પછી ટકરાઈ પડતા અર્જુનસિંહનો પગ ભાંગી ગયો છે અને છત્રપાલસિંહને ઈજા થઈ છે. અકસ્માત પછી મોટર સળગી જતા રૂ. ૩ લાખનું નુકસાન થયું હતું. પોલીસે ૯ર૧૪ નંબરની મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial