Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખસીકરણ યોજનાનું જ થઈ ગયું ખસીકરણ...!?
જામનગર તા. ૧૦: જામનગરમાં કૂતરાની સંખ્યા પ્રતિ દિન વધી રહી છે. આવા રખડતા કૂતરા રાહદારીઓ પાછળ દોડે છે અને તેમાંય અનેકને બટકા ભરે છે.
જામનગર મહાનગરપાલિકાએ ખસીકરણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો, પરંતુ થોડી કામગીરી પછી પ્રોજેક્ટ પડતો મૂકયો છે. આથી એમ લાગે છે કે, સમગ્ર પ્રોજેક્ટનું જ ખસીકરણ કરી નાખવામાં આવ્યું છે.
જામનગરમાં રસ્તે રઝળતા કૂતરાનો ત્રાસ સતત વધી રહ્યો છે. "જીવદયા" ના કારણે કૂતરા પકડવામાં આવતા નથી. પરંતુ નવો વસ્તી વધારો ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કૂતરાના ખસીકરણની યોજના ઘડી કાઢી હતી.
પરંતુ થોડો સમય ઓપરેશનો કર્યા પછી પ્રોજેક્ટનું જ જાણે ખસીકરણ થઈ ગયું હોય તેમ હાલ કોઈ કામગીરી થતી જોવા મળતી નથી.
જામનગરમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર-ર૦ર૪ ના નવ માસમાં આશરે ૮૪૦૦ જેટલા શહેરીજનોને કૂતરાએ બટકા ભર્યા હતાં. આમ સરેરાશ દર માસે ૮૦૦ થી ૯૦૦ એટલે કે, દરરોજ ૩૦ લોકોને કૂતરા બટકા ભરી રહ્યાં છે.
આમ નગરજનો કૂતરાની પરેશાન છે. તો સામે મહાનગરપાલિકાની ઢીલી (જુની) નીતિ પણ તેને બટકા ભરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial