Advertisement
Author: નોબત સમાચાર

ભારતે એક સાચુ 'રતન' ગુમાવ્યું: ઈમાનદારી, શાલીનતા અને ગૌરવના મૂલ્યો જાળવ્યાઃ સેલેબ્ઝ

બોલીવુડ, રમતજગત, કલા જગતના દિગ્ગજોના પ્રતિભાવોઃ

મુંબઈ તા. ૧૦: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાએ ૮૬ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ભારતે બહુમૂલ્ય 'રતન' ગુમાવી દીધુ છે. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. ભારતની કરોડરજ્જુ ગણાતા એવા ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મ ર૮ ડિસેમ્બર ૧૯૩૭ ના થયો હતો. તેઓ તેમના ઉદાર કાર્યો અને દુરદર્શિતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતાં. તેમના નિધન અંગે વિવિધ ક્ષેત્રના સેલેબ્ઝે શોક વ્યકત કર્યો છે.

રતન ટાટા ભારતના સૌથી આદરણીય અને પ્રિય ઉદ્યોગપતિઓમાં એક હતાં, જેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું અને પરોપકાર સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાન દ્વારા રાષ્ટ્રના માળખાને સ્પર્શ કર્યો, તેમ જણાવે છે. ઓલિમ્પિયન મેડલ વિજેતા નીરજ ચોપરા, ટેસ્ટ અને ઓડીઆઈ કેપ્ટન રોહિત શર્મા અને ભારતના ટી-ર૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવ સિહત સ્પોર્ટ્સ સ્ટાર્સે ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી.

રોહિત શર્માએ રતન ટાટાને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી અને ભારતના ઓડીઆઈ અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ લખ્યું, એક ગોલ્ડન હાર્ટ પર્સન, સાહેબ, તમને હંમેશા એવા માણસ તરીકે યાદ કરવામાં આવશે કે જેમણે પોતાનું જીવન અન્ય લોકો માટે સાચા અર્થમાં સંભાળ્યું અને જીવ્યું.

નીરજ ચોપરાએ કહ્યું, શ્રી રતન ટાટા જીના નિધન વિશે સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. તે એક સ્વપ્ન દૃષ્ટા હતા, અને તેમની સાથેની વાતચીત હું કયારેય ભૂલીશ નહીં, તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી. હું પ્રાર્થના કરું છું કે તેના પ્રિયજનોને શક્તિ મળે. ઓમ શાંતિ.

સૂર્યકુમાર યાદવે લખ્યું, એક યુગનો અંત. દયાનું પ્રતીક, સૌથી પ્રેરણાદાયક, એક અદ્ભુત વ્યક્તિ, સાહેબ, તમે ઘણાં હૃદયને સ્પર્શી ગયા છો. તમારું જીવન દેશ માટે આશીર્વાદરૂપ રહ્યું છે. તમારી અનંત અને બિનશરતી સેવા બદલ આભાર. તમારો વારસો અમર રહેશે. શાંતિથી આરામ કરો. સાહેબ. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે લખ્યું, અમે ભારતના એક સાચા રતન શ્રી રતન ટાટાજીને ગુમાવ્યા છે. તેમની જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ બની રહેશે અને તે આપણા હૃદયમાં જીવંત રહેશે. ઓમ શાંતિ.

રતન ટાટાને બોલિવુડ સેલેબ્સે યાદ કર્યા અને તેમના નિધન પર શોક વ્યકત કર્યો. અજય દેવગનથી લઈને સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા સહિત ઘણાં સેલેબ્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા રતન ટાટા પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી છે. સલમાન ખાન તેમના નિધનથી આઘાતમાં છે, તો અજય દેવગણે પણ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

સલમાન ખાને રતન ટાટાના નિધન પર શોક વ્યકત કર્યો હતો. એકસ પર શોક વ્યકત કરતા સલમાન ખાને લખ્યું શ્રી રતન ટાટાના નિધનથી ઊંડો આઘાત લાગ્યો છે.

અજય દેવગણે લખ્યું - તમારો વારસો પ્રેરણા આપશે અને લખ્યું કે સર તમારી આત્માને શાંતિ મળે.

પ્રિયંકા ચોપરાએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ, તમે તમારી દયાથી લાખો લોકોના જીવનને સ્પશ્યું છે. નેતૃત્વ અને ઉદારણાનો તમારો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તમે તમારા અજોડ સમર્પણ અને જુસ્સાથી આપણા દેશ માટે જે કર્યું છે, આભાર. તે માટે તમે અમારા બધા માટે પ્રેરણા છો અને તમને હંમેશા યાદ કરવામાં આવશે.

અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, શ્રી રતન ટાટાના નિધનના દુઃખદ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયંું તેમણે જે પણ કર્યું તેમાં ઈમાનદારી, શાલીનતા અને ગૌરવના મૂલ્યોને જાળવી રાખ્યા. તેઓ ખરેખર ભારત માટે એક આઈકન અને તાજ હતાં. તમે ઘણાં જીવનને સ્પર્શ્યું.

વરૂણ ધવને રતન ટાટાના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી અનેતેમના નિધનને ભારત માટે મોટી ખોટ ગણાવી. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા રિતેશ દેશમુખે તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. શ્રદ્ધા કપૂર અને રણદીપ હુડ્ડા સહિત અન્ય સેલેબ્સે પણ સોશ્યલ મીડિયા દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh