Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કરોડોની જમીનના સોદામાં અદાલત દ્વારા કામ ચલાઉ મનાઈ હુકમ

તા. ર૪મી ઓકટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે

જામનગર તા. ૧૦: જામનગરમાં મોકાની ગણાતી વિશાળ જગ્યાના માલિકના વારસદારોમાંથી એક વારસદારની જાણ બહાર તેમની સહમતિ વગર અન્ય વારસદારોએ કરોડો રૂપિયામાં જમીનોનું વેચાણ કરી નાખવાના પ્રકરણમાં પ્રાંત અધિકારી સમક્ષ તો ફરિયાદ અને સુનાવણીની પ્રક્રિયા ચાલી રહી છે.

આ દરમ્યાન અરજદાર મધુબેન નાથાભાઈ નકુમ (મહેન્દ્રભાઈ પરમારના પત્ની) એ જામનગરની સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા થર્ડ એડીશ્નલ સિવિલ જજ અને એસીજેએમ સંદીપ ક્રીસ્ટીએ સુનાવણી હાથ ધરતાં તેમના અવલોકનમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, મધુબેન મહેન્દ્રભાઈ પરમાર પાસે પૂરતા આધાર-પૂરાવા છે. તેમણે જમીનના વેચાણની હીલચાલ સામે અખબારોમાં જાહેર નોટીસ પણ પ્રસિદ્ધ કરાવી હોવા છતાં જમીનના સોદા થયા, વેચાણ થયું અને દસ્તાવેજ પણ બની ગયા, સિટી સર્વેમાં નોંધણી પણ થઈ ગઈ છે. ત્યારે હવે આ સોદામાં તા. ર૪-૧૦-ર૪ સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો કામચલાઉ મનાઈ હુકમ આપ્યો છે. આ જમીનો ખરીદનાર બોનાફાઈડ ખરીદનાર ગણી શકાય નહીં.

અરજદાર અને સામાપક્ષની વ્યક્તિઓને તા. ર૪-૧૦-ર૪ ની સુનાવણી સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh