Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં રાવલના આરોપીને દસ વર્ષની સખત કેદ

સાત વર્ષ પહેલાં સગીરાનું કરાયું હતું અપહરણઃ

જામનગર તા. ૧૦: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના એક શખ્સને સાત વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં અદાલતે દસ વર્ષની સખત કેદની સજા અને રોકડનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને રૂ. ૪ લાખ વળતર પેટે ચૂકવાશે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની જમોડફળીમાં રહેતા વિજય રમેશભાઈ મકવાણા નામના શખ્સે ગઈ તા.૭-૧૦-૧૭ના દિને એક સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરી લઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ૫ોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આરોપીને પકડી પાડી આરોપી તથા ભોગ બનનારની તબીબી ચકાસણી કરાવી હતી. જેમાં સગીરા પર દુષ્કૃત્ય થયાનું ફલિત થયું હતું.

ઉપરોક્ત આરોપી સામે પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૨૧૨, ૧૧૪, પોકસો એક્ટની કલમ ૪, ૧૨ હેઠળ ચાર્જશીટ કર્યું હતું. ઉપરોક્ત કેસ દ્વારકાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ન્યાયમૂર્તિ કે.જે. મોદીએ સરકાર પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો, પુરાવા, જુબાની વગેરે ગ્રાહ્ય રાખી આરોપી વિજય રમેશ મકવાણાને તકસીરવાન ઠરાવી આઈપીસી ૩૬૩ના ગુન્હામાં સાત વર્ષની સખત કેદની સજા, રૂ. ૫ હજારનો દંડ, આઈપીસી ૩૬૬ના ગુન્હામાં સાત વર્ષની સખત કેદ રૂ. પ હજારનો દંડ, ૩૭૬ના ગુન્હામાં ૧૦ વર્ષની સખત કેદ, રૂ. પ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ. ૪ લાખ ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પી.પી. અમિત વ્યાસ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh