Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ તથા ફીશરીઝના અધિકારીઓએ આપ્યું માર્ગદર્શનઃ
ખંભાળિયા તા. ૧૦: ઓખાના આર.કે. બંદર પર માછીમારો માટે પોલીસ તથા ફીશરીઝ વિભાગ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ દ્વારા ફીશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ તથા ફીશરીઝના અધિકારીઓએ માછીમારોને જરૂરી સૂચનાઓ આપી હતી. દરિયામાં કોઈ અજાણી બોટ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા અનુરોધ કર્યાે હતો. ટોકન મુજબના વ્યક્તિઓને અને ૧૮ વર્ષથી વધુની વયવાળા વ્યક્તિને જ માછીમારી માટે મોકલવા સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો, બોટમાલિકો, બંદર આગેવાનો હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial