Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભેજમાં વધારો:

ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ્:

જામનગર તા. ૧૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નહીંવત્ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત્ રહ્યો હતો.

જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે ગુરુવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.૮ ડીગ્રી, જ્યારે ર.૩ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૮૩ ટકાએ સ્થિર રહ્યું હતું. નગરમાં મહત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત્ રહેતા જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh