Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં થિંકસ્પેસ ફાઉન્ડેશનનું આયોજનઃ
જામનગર તા. ૧૦: જામનગરમાં થિંક્સ્પેસ ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩/૧૦ ને રવિવારે બપોરે ૧૧ થી ૧ દરમિયાન સ્વયંશક્તિ કોમ્યુનિટી સેન્ટર, રામેશ્વરનગર, જામનગરમાં 'વાર્તાની રેસિપી' નામે વાર્તા લેખનના ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્કશોપમાં જાણીતા લેખક ડો. કેતન કારિયા દ્વારા વાર્તા કહેવાની કળા શિખવવામાં આવશે. જે માર્કેટીંગ, નેટવર્કિંગ, પબ્લિક સ્પિકિંગ અને અસરકારક નેતૃત્વ માટે આજના સમયમાં જરૂરી સોફ્ટ સ્કિલ છે. તેની સાથે અહીંયા કલ્પનાને વાર્તાનું સ્વરૂપ આપવા, પાત્રો બનાવવા, નાટકો, ફિલ્મો અને પુસ્તકોમાં વાર્તાઓ સમજવામાં અને ટીમમાં વાર્તાઓને પ્રસ્તુત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વર્કશોપમાં ૧ર થી ૬પ વર્ષના લોકો ભાગ લઈ શકે છે. કોઈ ફી નથી, પરંતુ તા. ૧૧/૧૦ ને શુક્રવારે બપોરે ૧ર કલાક સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે (મો. ૮૮૬૧૪ ૭૦૩૯૬) પર સંપર્ક સાધવાનો રહેશે.
આ વર્કશોપને 'સર્જન'-અર્બન મ્યુઝિક પ્રોડક્શન, 'જસ્ટ મોજ', 'ભગવતી ડાયટ એન્ડ હોમિયોપેથી ક્લિનિક', તથા 'રીડર્સ ક્લબ' જામનગર દ્વારા નૈતિક સહકાર સાંપડ્યો છે. વાર્તા લેખનમાં રસ ધરાવતા લોકો તથા નવોદિત સર્જકો તેમજ ૧ર વર્ષથી વધુ વયના સ્ટુન્ડન્સને પણ વર્કશોપનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial