Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી વાહનમાં સર્જાઈ નુકસાનીઃ
જામનગર તા. ૧ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે દ્વારકા એસીબીના બોલેરોની આગળ જતી એક મોટરે અચાનક જ વળાંક લેતાં બોલેરો તેની સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં એસીબીના એક જમાદાર તથા મોટરમાં રહેલા એક વ્યક્તિને ઈજા થઈ છે. મોટરના ચાલક સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની લાંચ-રૂશ્વત વિરોધી શાખાની જીજે-૧૮-જીએ ૧૪૮૧ નંબરની બોલેરો ગઈકાલે સવારે ખંભાળિયાથી જામનગર આવી રહી હતી. તે સરકારી વાહનમાં એસીબીના એએસઆઈ નારણભાઈ પી. ગાગીયા સહિતના વ્યક્તિઓ હતા.
તે વાહન જ્યારે જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામના પાટિયા પાસે પહોંચ્યું ત્યારે આગળ જતી જીજે-૩-એમએચ ૮૦૨૬ નંબરની અર્ટીગા મોટરના ચાલકે સિગ્નલ આપ્યા વગર જ અચાનક વળાંક લઈ લેતા તેની પાછળ એસીબીની બોલેરો અથડાઈ પડી હતી.
સરકારી વાહનના ચાલકે અકસ્માત નિવારવા માટે કરેલા પ્રયત્ન દરમિયાન બોલેરો રોડ ઉતરી ગઈ હતી અને તેનું ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટ્યું હતું. તે ઉપરાંત અર્ટીગામાં પાછળથી ટક્કર થવાના કારણે સરકારી વાહનના બોનેટ, બમ્પર તથા હેડલાઈટમાં પણ નુકસાની થઈ હતી. પાછળથી ટક્કર વાગવાના કારણે આગળ મોટરમાં જઈ રહેલા એક વ્યક્તિને પણ ઈજા થઈ હતી. જ્યારે નારણભાઈને સામાન્ય ઈજા થઈ હતી.
અર્ટીગા મોટરના ચાલક રાજકોટના મુકેશ વિઠ્ઠલભાઈ વાઘેલા સામે એએસઆઈ નારણભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૨૭૯, ૩૩૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial