Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને રજુઆત કર્યા પછી
જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લાના જામનગર-જુનાગઢ હાઈવે પર જામનગરથી આશરે રપ કિમી દૂર સપડા ગામ નજીક નદીના કિનારે ડુંગર ઉપર શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલું છે. ગુજરાત સરકારના વન પર્યાવરણના કેબિનેટ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મૂળુભાઈ બેરા, જ્યારે આ મંદિરે દર્શન કરવા ગયા હતાં ત્યારે ત્યાના મહંત મિલનગીરી દ્વારા રજુઆત કરાઈ હતી.કે ચોમાસામાં વરસાદના કારણે આ ડુંગરમાંથી માટીનું ધોવાણ થાય છે, જેના કારણે ભવિષ્યમાં મંદિર પરિસરને નુકસાન થવાની સંભાવના છે, માટે ડુંગર પર નીચાણવાળા ભાગમાં રક્ષણાત્મક દીવાલ બનાવવામાં આવે તો માટીનું ધોવાણ અટકાવી શકાય તેમ છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં વસ્તા લોકોના રહેણાંક વિસ્તારને ફાયદો થઈ શકે તેમ છે.
આ બાબતે અંગત રસ લઈ સમીક્ષા બેઠકમાં કાર્યપાલક ઈજનેર સિંચાઈને આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા મૂળુભાઈ બેરાએ સૂચના આપી હતી. તેમજ નર્મદા જળસંપતી અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગરને રજુઆત કરી હતી તે પછી ફલડ પ્રોટેકશન વોલ માટે પચાસ લાખ મંજુર થયા હતા. મૂળુભાઈ બેરા હાલમાં ગુજરાત સરકારમાં પ્રવાસન વિભાગમાં કેબીનેટ મંત્રી તરીકે કાર્યરત હોય, આ સિદ્ધિવિનાયક મંદિર સપડાનો પ્રવાસન ધામમાં સમાવેશ કરેલ છે જેની આગળની કાર્યવાહી કલેકટર કક્ષાએ ગતિમાં હોવાનું પણ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial