Advertisement
Author: નોબત સમાચાર

અનંત-રાધિકાની ત્રિદિવસીય પ્રિ-વેડીંગ સેરેમનીનો આજથી ધમાકેદાર પ્રારંભઃ જામનગરમાં જશ્ન

રંગબેરંગી બાંધણીથી એરપોર્ટનો ઝળહળાટઃ નેશનલ-ઈન્ટરનેશનલ મહાનુભાવો અને સેલિબ્રિટીઝનું અવિરત આગમનઃ લક્ઝરીયલ ગાડીઓનો જમાવડો

જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત આજથી અનંત અને રાધિકાનું પ્રિ-વેડીંગ સેલિબ્રેશન શરૂ થઈ રહ્યું હોવાથી જામનગરના એરપોર્ટને જામનગરની સુવિખ્યાત રંગબેરંગી બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર પરંપરાગત પરિવેશમાં રાસગરબાની રમઝટ બોલાવી સ્થાનિક કલાકારો દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં. ગુજરાતી રાસ-ગરબાની રમઝટ મોડી રાત્રિ સુધી ચાલતી રહી હતી. રિલાયન્સ પરિવારના પ્રિ-વેડીંગ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાન, તેમના પત્ની ગૌરીખાન, પુત્ર આર્યનખાન, ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુસીંગ, અર્જુન કપૂર ઉપરાંત દુબઈના ઉદ્યોગપતિ મોહમ્મદ અલ અલર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. આ ઉપરાંત માર્કઝકરબર્ગ, રાની મુખર્જી, દિપિકા પાદુકોણ, બોની કપૂર, ઈશા અંબાણી, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અમૃતા ફડનવીસ, ઉદ્યોગપતિ, કટાર લેખક સુલેહ શેઠ ક્રિકેટર ઝાહિર ખાન, રાસીદ ખાન, ડી. જે. બ્રાવો, સાઈના નહેવાલ બેડમીન્ટન પ્લેયર સહિતના મહાનુભાવો પણ આ સેરેમનીમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતાં. આ પ્રિ-વેડીંગ ફંકશનમાં ભાગ લેવા આવી રહેલા દેશ-વિદેશના મહેમાનોને જામનગર એરપોર્ટ પરથી વિવિધ કારમાં મોટી ખાવડી ગામમાં પહોંચાડાઈ રહ્યા છે. આ લોકો માટે અંબાણી પરિવારે એરપોર્ટ પર રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, રેન્જ રોવર, જી વેગન, ફોકસ વેગન જેવી અનેક લક્ઝરિયર કાર તહેનાત કરી છે. આ દરમિયાન રિહાનાને લઈ જવા આવેલી એનિમલ પ્રિન્ટ ધરાવતી કાર સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાને જામનગરમાં આવકારવા અંબાણી પરિવારે એક લકઝરિયસ કાર મોકલી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ કાર પર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઈન કરાઈ હતી. રિહાનાની ટીમ જામનગર પહોંચી તેઓ એક વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં રિહાનાનો લગેજ પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં અનેક ટ્રક લાઈનમાં નીકળી રહ્યા છે, જેના પર પૈક સામાન નજરે પડી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું કહેવાય છે કે, જામનગરના આ લગ્નમાં એવું કંઈ થવાનું છે, જે પહેલા ક્યારેય નથી થયું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh