Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસ સ્ટેન્ડમાંથી ગુમ થયાની પતિએ જાણ કરીઃ
જામનગર તા. ૧ઃ કાલાવડ શહેરમાં રહેતા એક પરિણીતા ગયા મંગળવારે સવારે કાલાવડ બસ સ્ટેન્ડ પર ગયા પછી ગુમ થઈ ગયા છે. તેમના પતિએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ મહિલાનું વર્ણન, ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.
કાલાવડ શહેરના બાલંભડી રોડ પર કાશ્મીરપરામાં રહેતા સતિષભાઈ મનોજભાઈ પરમાર નામના વાંઝા યુવાનના પત્ની હિરલબેન (ઉ.વ.ર૧) ગયા મંગળવારે સવારે કાલાવડના બસ સ્ટેન્ડ પર ગયા હતા. ત્યાંથી પોણા અગિયારેક વાગ્યે આ પરિણીતા ગુમ થયા છે.
ઉપરોક્ત તસ્વીરવાળા મહિલા મધ્યમ બાંધો, ઘઉંવર્ણાે વાન અને પાંચ ફૂટ ત્રણ ઈંચની ઉંચાઈ ધરાવે છે. છેલ્લે તેઓએ આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના જમાદાર વી.ડી. ઝાપડીયા-૮૩૨૦૮ ૦૮૦૫૮ પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial