Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના મોટાભાગના ગામોમાં કરાઈ રહી છે ટ્રાફિક ડ્રાઈવઃ
ખંભાળિયા તા. ૧ઃ ખંભાળિયા શહેરમાં મુખ્ય માર્ગાે પર રેંકડી, પથારા તથા આડેધડ વાહન પાર્કિંગના કારણે થતાં ટ્રાફિકજામને નિવારવા ટ્રાફિક પોલીસ કમર કસી રહી છે. જિલ્લાના મોટાભાગના ગામોમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે. પ્રેસ, પોલીસ કે પીજીવીસીએલ લખીને ફરતા વાહનચાલકો પણ પોલીસના ધ્યાનમાં આવ્યા છે. ખંભાળિયાના કેટલાક માર્ગાે સાફ સુથરા થઈ જવા પામ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મિલન ચાર રસ્તા પાસે વાહનોના ઢગલા તથા રેંકડીવાળા તથા પથારાવાળાને કારણે ટ્રાફિકજામનો પ્રશ્ન શિરદર્દ સમાન બની ગયો છે. તે પ્રશ્ન હલ કરવા રેંકડી-પાથરણા વાળાને અલગ જગ્યા ફાળવવા તથા ગમે ત્યાં વાહનો રાખતા વાહનના ચાલકો, ટ્રાવેલ્સવાળા સામે કડક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.
તે પછી નગર ગેઈટથી વિજય સિનેમા જતા રસ્તા પર તેલી નદીના પુલ પર વર્ષાેથી અડીંગો જમાવી બેઠેલા દોરડા વેચનારા, પાથરણાવાળા, રેંકડીવાળાઓને પાલિકાના સહયોગથી નવી જગ્યા ફાળવી ત્યાં સ્થળાંતર કરીને પુલ પર ટ્રાફિકજામનો પ્રશ્ન ટ્રાફિક પોલીસે હલ કર્યાે છે. સ્ટેશન રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ, પોરબંદર રોડ પર આડેધડ પાર્કિંગ કરતા ટ્રાવેલ્સવાળા તથા રેંકડી, કેબીનધારકોની સામે પણ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરતા રસ્તા સાફ થઈ ગયા છે.
આ ઉપરાંત જિલ્લાના દરેક ગામોમાં પણ ઈન્ચાર્જ ટ્રાફિક પીઆઈ વી.એમ. સોલંકી તથા સ્ટાફે ડ્રાઈવ ગોઠવી છે. સલાયા, ભાણવડ, વાડીનાર, ઓખા, દ્વારકા, કલ્યાણપુર, ભાટિયા, રાવલમાં નિયમિત ચેકીંગ શરૂ કરાયું છે. સલાયામાં ડ્રાઈવ દરમિયાન ૧૭ વાહન ડીટેઈન કરાયા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ઉપરોક્ત કાર્યવાહીની સાથે મોટરમાં કાળી ફિલ્મ અને લાયસન્સ વગરના વાહન ચાલકોને પકડવા ઉપરાંત પ્રેસ, પોલીસ, પીજીવીસીએલ લખાવીને ગાડીઓ ફેરવતા વ્યક્તિઓ સામે પણ તવાઈ ઉતરશે તેમ લાગી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial