Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરમાંઃ શ્રેણીબદ્ધ વિવિધાસભર કાર્યક્રમોઃ જાહેર સભાને સંબોધન

ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ, મનપાના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે

ગાંધીનગર તા. ૧ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પેલ આજે જામનગર જિલ્લાની મુલાકાતે છે. તેઓ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત જે.એમ.સી. ગ્રાઉન્ડ પર યોજાનાર મિલેટ એક્ષ્પોને ખુલ્લો મૂકી જાહેર સભાને સંબોધન કરશે, તેવો કાર્યક્રમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જામનગર જિલ્લાની મુલાકાતે છે. તેઓ બપોરે બુકબ્રોન્ડ ગ્રાઉન્ડ પર અંદાજીત રૂ. ર૪૦ર.ર૯ લાખના ખર્ચે નિર્મિત થનાર ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત તેઓ પોલીસ હેડક્વાટર પર નિર્માણ પામેલ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ, એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ આવેલ જે.એમ.સી. ગ્રાઉન્ડ પર યોજાનાર મિલેટ એક્ષ્પોને ખુલ્લો મૂકી જાહેર સભાને સંબોધન કરશે તેમજ જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, તેવો કાર્યક્રમ જાહેર થયો છે.

ભારત સરકારે વર્ષ ૨૦૨૩ ને મિલેટનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને દરખાસ્ત કરી હતી. ભારત દેશના પ્રસ્તાવને ૭૨ દેશોએ ટેકો આપ્યો હતો અને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ ૫ માર્ચ, ૨૦૨૧ ના વર્ષ ૨૦૨૩ ને મિલેટ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું. જે અંતર્ગત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જામનગર શહેરના મહાનગરપાલિકા જાહેર મેદાન, શ્રીજી હોલ પાછળ, ઓશવાળ-૩, એમ્યુઝમેન્ટ પાર્કમાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૦૩/૦૩/૨૦૨૪ સુધી સાંજે ૪.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી મિલેટ એક્સ્પો યોજવાનું નિર્ધારીત થયેલ છે.આ કાર્યક્રમમાં મિલેટ વાનગીઓના લાઇવ ફુડ સ્ટોલ, મિલેટ વાનગીઓના રેડી ટુ ઇટ્  સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી,  પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ ,હસ્તકલાના સ્ટોલ વગેરેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક તથા લોક સાહિત્ય કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે. સ્થળ ઉપર મિલેટના પાકોની માહિતી મળી રહે તે હેતુથી કૃષિ યુનિવર્સિટી તથા આયુર્વેદ વિભાગના પણ સ્ટોલનું આયોજન કરેલ છે.

મુખ્યમંત્રી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા રર પ્રકલ્પોના રૂ.૨૪૭.૩૨ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરનાર છે. જેમાં ૩૦ એમ.એલ.ડી.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રેલવે ઓવર બ્રીજ, સમર્પણ સર્કલથી વિજયનગર જકાત નાકા પાસેથી લેન ઓવરબ્રિજ, જામનગર શહેરમાં નગર સીમ વિસ્તાર માટે નવો ફીલ્ટર પ્લાન્ટ, પમ્પ હાઉસ, ઈલેકટ્રો મીકેનીકલ વર્ક સમ્પ, સ્કાડા બેઈઝ સીસ્ટમ, ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ માટે નવીન ભવન, ૩૪ આંગણવાડીનું થીમ બેઈઝ ''સ્માર્ટ અને જોયફુલ આંગણવાડી'' તરીકે અપગ્રેડેશન, સ્માર્ટ સ્કૂલ દેવરાજ દેપાળ તથા સોનલનગર પ્રાથમિક શાળાનું ડેવલોપમેન્ટ, ગુલાબનગર વિસ ્તારમાં નેટવર્ક મજબુતીકરણ અને વિસ્તૃતીકરણના કામો, રોડ નેટવર્ક માટેના કામો, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે વિકાસ કામોનો સમાવેશ થાય છે.તદુપરાંત આગામી સમયમાં રૂ.૮૧.૮૪ કરોડના ખર્ચે નિર્મિત થનાર જામનગર બાયપાસ ફેઝ-૩ ની કામગીરીનું પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જ્યારે રૂ.૨૦.૦૦ કરોડ ખર્ચે ૧૪ માં નાણાપંચની ગ્રાંટ અંતર્ગત પંપ હાઉસમાં ૨૭ એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, સ્ટોર રૂમ, ૭૪ લાખ તેમજ ૧૬૨ લાખ લીટર કેપેસીટીના-૦૨ અન્ડર ગ્રાઉન્ડ સમ્પ તેમજ જ્ઞાન ગંગા ફીલ્ટર પ્લાન્ટમાં ૪૦ એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટને રીનોવેશન કરવાનું કામ તથા જામનગર શહેરની મધ્યમાં આવેલ ત્રણ દરવાજા તથા રણમલ લેઈકની ફરતે હેરીટેજ ઝરૂખા વગેરે કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડની વિશેષતાઓ

શહેરના પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ૬૩ મીટરની ત્રિજ્યાવાળુ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે ૦૫ (પાંચ) મીટરની પહોળાઇવાળો ૪૦૦ મીટરનો વોકીંગ/રનીંગ ટ્રેક બનાવવામાં આવેલ છે.આ ઐતિહાસિક મેદાનમાં સચિન તેંદુલકર, સલીમ દુરાની, રવિન્દ્ર જાડેજા, નવજોત સિદ્ધુ, વિનોદ કાંબલી, રવિ શાસ્ત્રી, પ્રભાકર, અરૂણલાલ, વેંકટપતિ રાજુ, રોબિનસિંઘ, પાર્થિવ પટેલ, પઠાણ બંધુ વિગેરે જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરેલ છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનું મહત્ત્વપૂર્ણ બની રહેશે.તેમજ અહીનો વોકીંગ-રનીંગ ટ્રેક સરકાર દ્વારા બહાર  પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પૂર્વ તૈયારી માટે પણ યુવાનોને મદદરૂપ થશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ થશે સહભાગી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે જામનગરની મુલાકાતે છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં જિલ્લા રમત ગમત સંકુલના ખાતમુહૂર્ત તથા પોલીસ હેડક્વાર્ટર પર નવનિર્મિત પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ કાર્યક્રમ પછી જેએમસી ગ્રાઉન્ડ મિલેટ એક્સપો કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પણ ઉપસ્થિત રહેશે.

જિલ્લા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની વિશેષતાઓ

જામનગરમાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે સરકાર દ્વારા આશરે ૧૨ એકર જમીન ફાળવવામાં આવી છે. જેમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, ૧૦૦ મી. શુટીંગ રેન્જ તથા આઉટડોર ગેમ્સમાં ૪૦૦ મીટર મડી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે વોલીબોલ કોર્ટ, બે કબડ્ડી મેદાન, ખો-ખો કોર્ટ, ચાર ટેનીસ કોર્ટ, બે બાસ્કેટબોલ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.આ જિલ્લા રમત સંકુલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસીત કરવાની વિપુલ તકો પ્રાપ્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh