Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકકલાના સાધક મહેન્દ્રકુમાર આણદાણીને
જામનગર તા. ૧ઃ 'શ્રી પટેલ રાસ મંડળી-લતીપુર' તથા 'સંસ્કાર ભારતી'ના ગુજરાત પ્રાંતના લોકકલાના સંયોજક મહેન્દ્રકુમાર કરસનભાઈ આણદાણીને ભારતનો લોકકલા ક્ષેત્રનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'સંગીત નાટક અકાદમી પુરસ્કાર-ર૦રર' આગામી તારીખ ૬ માર્ચ ર૦ર૪ ના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે વિશેષ સમારોહ દિલ્હીમાં આ૫વામાં આવશે. જેમાં તામ્રપત્ર, અંગવસ્ત્ર અને રૂ. ૧,૦૦,૦૦૦ આપવામાં આવશે.
લતીપુરમાં ૮૪ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા કલાના વારસાને જીવંત રાખનાર મહેન્દ્રકુમાર આણદાણીને આ અગાઉ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા 'ગુજરાત લોકકલા ગૌરવ ર૦ર૩', કેન્દ્રિય મંત્રી દિનશા પટેલના હસ્તે 'યુવા પાટીદાર રત્ન', 'ડો. નેલ્સન મંડેલા ગ્લોબલ બ્રિલિયન્સ એવોર્ડ ર૦રર', વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા 'ગુજરાત કલા ગૌરવ-ર૦૦૧', ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા 'ગુર્જર કલાભૂષણ એવોર્ડ' મળેલા છે.
આ અંગે મહેન્દ્રકુમાર આણદાણી જણાવે છે કે, મારા માટે કલા એ સાધના અને ભક્તિ છે. રાસમંડળીના ભાઈ-બહેનોની મહેનત અને સંસ્કૃતિ સંવર્ધનની ભાવના તથા વડીલોના આશીર્વાદ દ્વારા જ હું આ સ્થાને પહોંચ્યો છું. ગુજરાતના છેવાડાના કલાકારને યોગ્ય મંચ મળે એ માટે જીવનભર પ્રયત્ન કરતો રહીશ.
તાજેતરમાં વૈશ્વિક સંસ્થા યુનેસ્કોએ ગુજરાતના ગરબાને સ્વીકૃતિ આપીને અમૃત વૈશ્વિક ધરોહરમાં સ્થાન આપવાની જાહેરાત કરી તે દિવસે ધ્રોળ ગામે એકસાથે ૩૦૦૦ દીકરીઓએ ગરબે રમીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. તેમની સંસ્થાને કોલકાતામાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં પાંચ ગોલ્ડ મેડલ મળ્યા હતાં.
મહેન્દ્રકુમાર આણદાણી તેમની કલાયાત્રામાં સહભાગી થનાર મિત્રો, પરિવાર, અને મંડળીના ભાઈ-બહેનોનો આભાર માને છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial