Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયાઃ સોનગરા પરિવાર દ્વારા સતવારા સમાજના સમૂહલગ્ન યોજાશે

૧૭ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશેઃ

ભાટિયા તા. ૧ઃ ભાટિયા-બારાડી પંથકના સતવારા સમાજના અગ્રણી દાતા સ્વ. અરજણભાઈ ભીમાભાઈ સોનગરા પરિવારના સ્વ. વલ્લભભાઈ, રણમલભાઈ પ્રેમજીભાઈ પરિવાર દ્વારા તા. ૩-૩-ર૦ર૪ ના દિને સતવારા સમાજના ૧૪ મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા ભાજપના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), ધારાસભ્ય રિવાબા જાડેજા, પી.એસ. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, વગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે. સોનગરા પરિવારના લખમણભાઈ, વિઠ્ઠલભાઈ, રાજેશભાઈ, અમિતભાઈ, મયુરભાઈ વગેરે જહેમત ઊઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh