Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના રાજ્યકક્ષાના તમામ હોદ્દેદાર બિનહરિફ થયાઃ પ્રમુખપદે ભાનુપ્રસાદ પટેલ

ગળાકાપ હરિફાઈના યુગમાં નિર્વિરોધ ચૂંટણીમાં સફળતા

ખંભાળીયા તા. ૧ઃ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના રાજ્યક્ષાના તમામ  હોદ્દેદારોની બિનહરિફ ચૂંટણી યોજાતા ભાનુપ્રસાદ પટેલ નવા પ્રમુખ બન્યા  છે.

તાજેતરમાં ગુજરાત રાજ્ય આચાર્યસંઘની ચૂંટણી યોજાઈ હતી ત્યારે હાલ  હોદ્દાઓ મેળવવા ગળાકાપ હરીફાઈ સ્પર્ધાઓ ખેંચતાણ થાય છે ત્યારે સમગ્ર  રાજ્યની ટીમ બિનહરિફ જાહેર થતાં રાજ્યમાં રેકોર્ડ સ્થપાયો છે.

ચૂંટણી અધિકારી દિલીપકુમાર કે. પટેલ દ્વારા રાજ્યકક્ષાના ચાર હોદ્દાઓ  પ્રમુખ, સારસ્વત સંપાદક, કલ્યાણનીધિ કન્વીનર તથા અન્વેસક એ ચાર હોદ્દા  માટે એક એક જ નામ આવતા તથા ઝોનકક્ષાએ ઝોનના ચારેય ચૂંટણી  અધિકારીઓ દ્વારા પણ તેમના તમામ હોદ્દાઓ બિનહરીફ જાહેર થતાં રાજ્યના  મોટા સંઘનો બિનહરિફ તમામ હોદ્દાનો રેકોર્ડ થયો છે.

પ્રમુખ તરીકે મા.શિ. બોર્ડના પૂર્વ સદસ્ય તથા અગ્રણી કેળવણીકાર તથા ઈડર  તા.ના ઉમેદગઢની સી.જી. મહેતા હાઈસ્કૂલના આચાર્ય ભાનુપ્રસાદ એ.  પટેલની વરણી થઈ છે. રાજ્ય સંઘના અધ્યક્ષ તરીકે પૂર્વ પ્રમુખ જે.પી. પટેલ,  સંઘના મેગેઝિન સારસ્વતીના સંપાદક તરીકે અમદાવાદની માતૃછાયા સ્કૂલના  અમિત રમેશચંદ્ર પંડ્યા, અન્વેસક તરીકે  નારગોલના પંકજભાઈ પરમાર,  કલ્યાણનિધિ કન્વીનર તરીકે મોરબીના એસ.પી. સરસાવાડીયા નિમાયા છે.

રાજ્યના ચારેય ઝોનના મહામંત્રીઓ તરીકે ગાંધીનગરના ભરતભાઈ એમ.  ચૌધરી (પૂર્વ બોર્ડ સદસ્ય), પેટલાદના કેતનભાઈ પટેલ, ગોંડલના  સુનીલકુમાર બરોસીયા તથા વડોદરાના મિતેશ કુમાર પટેલ નીમાયા છે.

ચારેય ઝોનમાં ઉપપ્રમુખો તરીકે ખેડાના દિનેશચંદ્ર ભટ્ટ, ગાંધીનગરના  પ્રદીપસિંહ ચાવડા, તાપીના રીપેશકુમાર ગામીત, ખંભાળીયાના  જગમાલભાઈ ભેટારીયા, અરવલ્લીના નરેશભાઈ પટેલ, દાહોદના  મુકેશકુમાર પટેલ, પોરબંદરના જેનાભાઈ ઓડેદરા તથા ભરૂચના  અમિતકુમાર વાંલદીયા નીમાયા છે.

રાજ્યના ચારેય ઝોનમાં મંત્રી તરીકે કચ્છના રણજીતસિંહ જાડેજા, અમરેલીના  ચતુરભાઈ ગોંડલીયા, નર્મદાના નિલેશભાઈ વસાવા, બાલાસીનોરના  મુકેશભાઈ પટેલ, બનાસકાંઠાના કાંતિભાઈ રાયાગોર, નવસારીના  દર્શનકુમાર દેસાઈ, ગોધરાના હિતેન્દ્રસિંહ રાઉલજીની નિમણૂક થઈ છે.

આ ઉપરાંત સંગઠનમંત્રીઓ તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણ વિગેરે સાત વ્યક્તિઓ  સારસ્વત ઝોન કન્વીનર તરીકે દિનેશભાઈ પટેલ વિગેરે ચાર કલ્યાણનિધિ  ઝોન કન્વીનર તરીકે સંજ્યકુમાર શાહ વિગેરે ઝોન પ્રવકતાઓ તરીકે  કિશોરકુમાર જાની વિગેરે મહિલા સંગઠનમંત્રી તરીકે ભાવનાબા વાઘેલા  વિગેરેની નિયુક્તિ થઈ છે.

રાજ્ય પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી તથા અધ્યક્ષ  જે.પી. પટેલ દ્વારા તમામ હોદ્દાઓ બિનહરિફ બદલ આભાર માનીને  રાજ્યના આચાર્યોના તમામ પ્રશ્નો અંગે સમગ્ર ટીમ તત્પર રહેવા ખાતરી  આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh