Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા સહિત રાજ્ય અને ભારતવર્ષનું ગૌરવઃ
જામનગર તા. ૧ઃ મદદનીશ નિયામક રોજગારની કચેરી, જામનગર દ્વારા દર વર્ષે વડી કચેરી ગાંધીનગરની સૂચના અનુસાર સંરક્ષણ દળની ભરતી પૂર્વેના સ્વામી વિવેકાનંદ લેખિત અને શારીરિક પરીક્ષાની તાલીમ આપવા અર્થેના નિવાસી તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. મદદનીશ નિયામક રોજગારની કચેરી જામનગર દ્વારા વર્ષ ર૦ર૩ દરમિયાન સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ દળની વિવિધ પ્રકારની કસોટીઓ પાસ કરીને ૯ ઉમેદવારોએ સંરક્ષણની વિવિધ જગ્યાઓ ઉપર પસંદ થઈને સમગ્ર જામનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યને તેમજ ભારતવર્ષને ગૌરવ અપાવ્યું છે. આ ઉમેદવારો ભવિષ્યમાં વિવિધ જગ્યાએ પોસ્ટીંગ પૂર્વેની તાલીમ લીધા પછી ભારત દેશની વિવિધ જગ્યાએ સેવા આપીને રક્ષા કરશે.
જેમાં સર્વશ્રી વસરા હેમંત, વસરા નરેન્દ્ર, વસરા ભાવેશ, મોઢવાડિયા સુનિલ, ગોહિલ લક્કીરાજસિંહ, જોષી કપિલ, જોષી કેવલ, જાડેજા યશરાજસિંહ આ સર્વે ઈન્ડિયન આર્મીની જુદી જુદી જગ્યાઓ ઉપર પસંદગી ૫ામ્યા છે. તેમજ વાઘ મહેશની આસામ રાઈફલમાં પસંદગી કરવામાં આવી છે. જે ભવિષ્યમાં વિવિધ સ્થળોએ સેવા આપીને દેશની રક્ષાનું કાર્ય કરશે. મદદનીશ નિયામક રોજગાર સુશ્રી સરોજ સાંડપા તેમજ સમગ્ર સ્ટાફગણ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
જામનગર જિલ્લાના ૧૭ થી ર૩ વર્ષના ઉમેદવારો ભવિષ્યમાં આવનારા સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગમાં જોડાઈને સંરક્ષણ દળમાં પસંદ થઈને દેશની સેવામાં ફરજ બજાવે અને દરેક ઉમેદવારો આગામી સંરક્ષણ દળની વિવિધ ભરતીઓમાં સહભાગી થઈને કારકિર્દી બનાવી શકે છે, તેમ મદદનીશ નિયામક રોજગાર સુશ્રી સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial