Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષિકાની આત્હત્યાના કેસના આરોપીઓ દ્વારા ધમકાવાતા હોવાની એસપીને અરજી

વડાપ્રધાન, મુખ્યમંત્રીને પણ પાઠવાઈ નકલઃ

જામનગર તા. ૧ઃ જામનગરમાં એક શિક્ષિકા યુવતીએ નવ મહિના પહેલાં સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. તે ગુન્હામાં આટલા સમય પછી પણ એક આરોપી ઝડપાયો નથી. તે ઉપરાંત આરોપી પક્ષ ફરિયાદી, સાક્ષી, વકીલને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય પોલીસ રક્ષણ આપવા ફરિયાદીએ એસપીને અરજી પાઠવી છે અને તેની નકલ ઉચ્ચસ્તરે રવાના કરી છે.

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એક શિક્ષિકાએ ગઈ તા.૧૭-૫-૨૩ ના દિને પોતાના રહેણાંકમાં આત્મહત્યા કરી લીધી હતી. તેઓની અંગ્રેજી ભાષામાં લખાયેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી હતી. તેમાં જણાવાયા મુજબ આ યુવતીને બેડીના અખ્તર અનવર ચમડીયા, અફરોઝ તૈયબ ચમડીયા, રઝાક નુરમામદ સાયચાએ ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હતી.

આ બાબતની તે યુવતીના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધી જૂન મહિનામાં અખ્તર ચમડીયા અને ડિસેમ્બરમાં રઝાક સાયચાની ધરપકડ કરી હતી. તે પછી નવ મહિના વિત્યા છતાં અફરોઝ તૈયબ ચમડીયા નામના આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ પરત ખેંચાવવા માટે જામનગરની કોર્ટના પટાંગણમાં ફરિયાદી તથા તેના વકીલને ધમકાવાયાની ફરિયાદ પણ પોલીસમાં થઈ ચૂકી છે અને તે કેસમાં સાક્ષી તરીકે રહેલા વ્યક્તિને ધમકાવવા અંગે સાયચા અસગર જુસબ, સિકંંદર નુરમામદ સામે ફરિયાદ કરાઈ છે. જ્યારે બીજા સાક્ષીને પણ કોર્ટ કમ્પાઉન્ડમાં ધમકી અપાઈ હતી.

તે દરમિયાન લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલા એક ગુન્હામાં રઝાક નુરમામદ સાયચા, સિકંદર નુરમામદ સાયચાનું નામ ખૂલ્યું હતું. તેમાં પણ બે આરોપીને પકડવાના બાકી છે. હાલમાં રઝાક નુરમામદ, અખ્તર અનવરના કેસમાં ચાર્જશીટ થયું છે ત્યારે આ ગેંગ બદલો લેવાની છે, મુકવાના નથી તેવા રીલ બનાવી ફરિયાદ પક્ષને ડરાવવાનો પ્રયાસ કરે છે. તે ઉપરાંત ગયા મહિને એક વ્યક્તિને દારૂનો નશો કરાવી સાયચાઓના વિરોધીઓને મારવા માટે ઉશ્કેરવામાં આવતો હોય તેવો વીડિયો પણ વાયરલ કરાયો હતો. તે ઉપરાંત ગેંગના શખ્સો પોલીસને ગાળો ભાંડી વકીલને પણ મારી નાખવાની ધમકી આપતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

આ બાબતે ફરિયાદીએ જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી પોતાને કે સાક્ષીને તેમજ વકીલને સામેવાળા તરફથી પૂરેપૂરૃં જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી છે. આથી રક્ષણ પૂરૃં પાડવા માગણી કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, આઈજીપી અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મોકલવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh