Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૩ લાખ દંડ પેટે ભરવા આદેશઃ
જામનગર તા. ૧ઃ જામનગર મહાનગરપાલિકાના એક કર્મચારીએ પાંચ વર્ષ પહેલાં છ મહિના માટે રૂપિયા દોઢ લાખ પોતાના મિત્ર પાસેથી હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક પરતના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગર મહાનગર પાલિકામાં નોકરી કરતા રાજેશ મગનભાઈ નિમાવતને પૈસાની જરૂર પડતા તેઓએ પોતાના મિત્ર શૈલેષ ગિરધરલાલ તન્ના પાસેથી રૂપિયા દોઢ લાખ છ મહિના માટે હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ પરત આપવા શૈલેષભાઈને ચેક આપવામાં આવ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં શૈલેષભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપીએ કોઈ રકમ ઉછીની લીધી નથી અને તેઓ ફરિયાદીને ઓળખતા નથી તેવી દલીલ કરી હતી. તેમની સામે ફરિયાદ પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રાજેશ મગનભાઈ નિમાવતને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. તેમાંથી ચેક મુજબની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા આદેશ કરાયો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા અને મૈત્રી ભૂત રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial