Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનંત-રાધિકા પ્રિ-વેડીંગ સેરેમનીમાં પરર્ફોમન્સ કરનાર કલાકારોમાં
જામનગર તા. ૧ઃ અનંત-રાધિકાના પ્રિ-વેડીંગ સેરેમનીમાં ટોપ પર ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના પણ છે જે દુનિયામાં હાઈએસ્ટ પેઈડ મ્યુઝિક આર્ટિસ્ટ પૈકી એક છે. રોબિન રિહાના ફેન્ટી ગુરુવારે જામનગર એરપોર્ટ પર દેખાઈ હતી અને તેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો.
બારબેડિયન સિંગર, બિઝનેસવૂમન અને અભિનેત્રી રિહાના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગમાં પરફોર્મ કરવા ભારે ભરખમ ફી વસૂલવાની છે, જો કે તેની એમાઉન્ટ તો જાહેર કરાઈ નથી, પરંતુ મીડિયાના અહેવાલો અને સૂત્રોના દાવા અનુસાર રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે ૬૬ કરોડ રૂપિયા એટલે કે ૯.પ મિલિયન ડોલર જેટલી ફી વસૂલે છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી જુલાઈ મહિનામાં વીરેન મર્ચન્ટ તથા શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન તાંતણે બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન પહેલા એક પ્રિ-વેડીંગ ફંકશનની શરૂઆત આજથી ત્રણ દિવસ સુધી જામનગરમાં થઈ ચૂકી છે, જેમાં દેશ-વિદેશથી અનેક હસ્તીઓ પહોંચી રહી છે.
આ સેરેમનીમાં અરિજિતસિંહ, પ્રીતમ, બી. પ્રાક, દિલજિત દોસાંજ, હરિહરન અને અજય-અતુલ ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial