Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાઘેડી તથા સરમતના શખ્સોના કૃત્યની ફરિયાદ કરાઈઃ
જામનગર તા. ૧ઃ જામનગરના ખોડિયારકોલોની વિસ્તાર સામે આવેલા જાગૃતિનગરમાં બુધવારની રાત્રે રાખવામાં આવેલી એક મોટર તથા ખોડિયાર કોલોની પાસે એક દુકાનમાં પેટ્રોલ છાંટી તેને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી નાઘેડી તથા સરમતના બે શખ્સે આ કૃત્યને અંજામ આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટી નજીક જાગૃતિનગરમાં રહેતા ઝાલા નિર્મળસિંહ જગદીશસિંહના પરિવારજનને પાંચેક વર્ષ પહેલાં નાઘેડી ગામના લાલભા પરમાર ઉર્ફે લાલીયા ઢીંગલીના પરિવારજન સાથે માથાકૂટ થઈ હતી. તેનો ખાર રાખી બુધવારની રાત્રે લાલભા પરમાર તથા સરમત ગામનો સુર્યા નવલસિંહ જેઠવા ધસી આવ્યા હતા.
આ શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી વાળંદ સમાજની વાડી પાસે પડેલી નિર્મળસિંહની જીજે-૧૦-ડીજે ૧૫૦ નંબરની ક્રેટા મોટર પેટ્રોલ છાંટીને સળગાવવાની કોશિષ કરી હતી. ત્યારપછી રાત્રે પોણા બેએક વાગ્યે આ શખ્સોએ નિર્મળસિંહના કાકા નરેન્દ્રસિંહ ઝાલાની ખોડિયાર કોલોની પાસે આવેલી દુકાન પર પણ પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી હતી.
ત્યારપછી આ શખ્સોએ પોતાની જીજે-૩૬-એલ ૨૯૪૭ નંબરની મોટર પુરપાટ ઝડપે ચલાવી ત્યાં નજીકમાં પડેલી જયેશ માંગલીયાની જીજે-૩-કેસી ૭૪૨૬ નંબરની મોટરમાં પોતાની મોટર ટકરાવી દીધી હતી. ઉપરોક્ત નુકસાની સર્જવા અંગે લાલીયા ઢીંગલી તથા સૂર્યા જેઠવા સામે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિર્મળસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૩૬, ૨૭૯, ૫૦૪, ૪૨૭, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial