Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શટડાઉન, પેનડાઉન, ચોકડાઉનની જાહેરાત પછી સરકારે ત્રણ માંગણી સ્વીકારી પરંતુ
ખંભાળીયા તા. ૧ઃ ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચા તથા રાજ્ય કર્મચારી મહામંડળ તથા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન, કાળા કપડા પહેરી ફરજ બજાવવી તથા ગાંધીનગરમાં હજારોના ધરણાંના ત્રણ તબક્કાના કાર્યક્રમો થયા પછી ૬-૩-ર૪થી ચોથા તબક્કાનો ગંભીર કાર્યક્રમ ઓનલાઈન કામગીરીનો શટડાઉન, ચોકડાઉન કરી શિક્ષણ કામગીરીનો બહિષ્કાર, પેનડાઉન કરી માહિતી આપવાનો બહિષ્કાર વિગેરે મુદ્દાઓએ આંદોલન જાહેર કરાતા રાજ્ય સરકારને રેલો આવ્યો હોય તેમ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ બાબતે ત્રણ માંગણીઓ સ્વીકારી જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્યના કર્મચારીઓની માંગણી હતી કે, કર્મચારીઓના સી.પી.એફ. ખાતામાં કર્મચારીના ૧૦ ટકા અને રાજ્ય સરકારના ૧૪ ટકા તે માંગણી સંતોષાય છે તથા જાહેરાત પણ કરી દેવામાં આવી છે. એલટીસીનું રોકડ રજા છઠ્ઠા પગારપંચ પ્રમાણે હતી તે સાતમા પ્રમાણે કરી દેવામાં આવી છે તથા સાત મહિના પહેલા કેન્દ્રએ જાહેર કરેલ ડી.એ. મોંઘવારી વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય સંયુકત મોરચા મંડળના પ્રમુખ દીગુભા જાડેજા તથા દ્વારકા સંયુકત મોરચા પ્રમુખ મેરામણભાઈ ગોરીયાએ એક મુલાકાતમાં જણાવેલ કે હજુ પેન્શનની જુની યોજના લાગુ કરવા, ઘરભાડા ભથ્થા કેન્દ્ર મુજબ આપવા તથા ફીકસ પગાર પ્રથા બંધ કરવા અને ૯-૧૮-ર૭ ના પગાર ધોરણના પ્રશ્નો પેન્ડીંગ હોય આ બાબતે આંદોલન યથાવત રાખીને ૬-૩-ર૪ થી શટડાઉન, પેનડાઉન તથા ચોક ડાઉન થશે જ. જો કે લોકસભાની ચૂંટણીઓ આવતી હોય આવડા મોટા કર્મચારીઓને નારાજ ના કરાય તેમ હોય રાજ્ય તથા કેન્દ્ર સરકાર વચગાળાનો ઉકેલ કાઢે તેવી સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial