Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકીની માતા અન્ય સાથે રહેતી હોવાનું ખૂલ્યુંઃ
દ્વારકા / ખંભાળિયા તા. ૧ઃ દ્વારકાના ઈસ્કોન ગેઈટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ચારેક દિવસ પહેલાં જામનગરથી રહેવા આવેલા એક દેવીપૂજક શખ્સે ગઈકાલે સાંજે પોતાની બે વર્ષની પુત્રીને કોઈ કારણથી જોશભેર જમીન પર પટકતા આ બાળકી મોતની ગોદમાં સરી ગઈ છે. પુત્રીની હત્યા કરી પિતા પલાયન થઈ ગયો છે. મૃતક બાળકીની માતા અન્ય સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે.
દ્વારકા શહેરમાં રાવડા તળાવ પાસે આવેલા ઈસ્કોન દરવાજા નજીક ઝૂંપડામાં ચારેય દિવસથી આવીને રહેતા એક દેવીપૂજક શખ્સે પોતાની જ બે વર્ષની પુત્રી રેશ્મીને કોઈ કારણથી ગુસ્સાના આવેગમાં આવીને જોશભેર જમીન પર પટકતા આ બાળકીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા દ્વારકાના પીઆઈ ટી.સી. પટેલ તથા એએસપી રાઘવ જૈન દોડી ગયા હતા. પોલીસે સ્થળ પરથી બાળકીના મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પરમાર અટક ધરાવતા આ બાળકીના પિતાએ શા માટે પોતાની જ પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ શખ્સની પત્ની હાલમાં અન્ય સાથે સાંસારિક જીવન વ્યથિત કરી રહી છે. આ શખ્સ પોતાના ચાર સંતાન સાથે હજુ ચારેક દિવસ પહેલાં જ ઈસ્કોન ગેઈટ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેવા આવ્યો છે. કોઈ કલેશના કારણે જ તેણે પોતાની પુત્રીને પછાડીને મારી નાખી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હાલમાં પલાયન થઈ ગયેલા આ શખ્સનંુ નામ, સરનામું પોલીસને મળવા પામ્યું નથી પરંતુ તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ બાળકી બે ભાઈ તથા બે બહેનમાં સૌથી નાની હોવાનું જાણવા મળ્યંુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial