Advertisement
Author: નોબત સમાચાર

માર્ચના પ્રારંભે જ મોંઘવારીનો મારઃ કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઝીંકાયો રૂ. ૨૫ નો વધારો

૧૪ કિલોના ઘરેલુ બાટલામાં કોઈ વધારો કરાયો નથીઃ

નવી દિલ્હી તા. ૧ઃ માર્ચ       પ્રારંભે જ મોદી સરકારે મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે, અને કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂ. રપ નો ભાવવધારો ઝીંકાયો છે, જો કે ઘરેલુ વપરાશના બાટલામાં વધારો કરાયો નથી.

માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને મહિનાના પહેલા દિવસે આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

દિલ્હીમાં તેની કિંમતમાં રપ રૂપિયાનો વધારો ઝીંકાયો છે, જ્યારે મુંબઈમાં તે ર૬ રૂપિયા સુધી મોંઘો થયો છે. ઉલ્લેખનિય છે કે, ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ સતત બીજા મહિને ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. ગયા મહિને બજેટના દિવસે એટલે કે ૧ ફેબ્રુઆરી ર૦ર૪ ના તેમાં ૧૪ રૂપિયાનો વધારો કર્યા પછી હવે સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર રપ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ બદલાયેલા દરો આઈઓસીએલની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા હતાં, જે આજથી એટલે કે ૧ માર્ચ, ર૦ર૪ થી લાગુ થશે. નવા દર અનુસાર રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ૧૭૯પ રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે ૧૯૧૧ રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને ૧૭૪૯ રૂપિયા થઈ ગયો છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડર એટલે કે ૧૪ કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો તેમાં છેલ્લો ફેરફાર ગયા વર્ષે ૩૦ ઓગસ્ટે કરવામાં આવ્યો હતો. ત્યારથી ૧૪ કિલોના સિલિન્ડરની કિંમત સ્થિર છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ૯૦૩ રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈમાં ૯૦ર.પ૦ રૂપિયા, કોલકાતામાં ૯ર૯ રૂપિયા અને ચેન્નાઈમાં રૂ. ૯૧૮.પ૦ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh