Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુજલામ સુફલામ યોજના અંતર્ગત
જામનગર તા.૧ઃ જામનગર જિલ્લાના ચેકડેમોને સુજલામ સુફલામ યોજના અંતર્ગત રીપેરીંગ કરવા જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્યના સિંચાઈ મંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી હતી.
હાલમાં જામનગર જિલ્લામાં સિંચાઈ વિભાગ તથા અન્ય વિભાગની ચેકડેમ રીપેરીંગની કામગીરી (૧) ઊંડ જળ સિંચન વિભાગ (ર) જામનગર સિંચાઈ વિભાગ (૩) પંચાયત સિંચાઈ વિભાગ (૪) જિલ્લા જળ સ્ત્રાવ એકમ વગેરે કચેરીઓ દ્વારા પોતાની માલિકીના ચેકડેમ-તળાવો રીપેર કરવામાં આવે છે પરંતુ અલગ અલગ કચેરીઓ દ્વારા બાંધવામાં આવેલ ચેકડેમની માલિકી બાબતે કોઈ કચેરી પાસે માલિકીના પૂરતા રેકર્ડ પણ ઉપલબ્ધ હોતા નથી. જે કારણે સુજલામ સુફલામ કે અન્ય યોજનાઓ મારફતે ચેકડેમ રીપેરીંગની કામગીરી સમયસર થઈ શકતી નથી અને જળ સંગ્રહ થઈ શકતો નથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી.
આ બાબતે હેમંત ખવાએ જણાવ્યું કે ચેકડેમ રીપેરીંગની કામગીરી ડિપાર્ટમેન્ટ વાઈઝ કરવાને બદલે સરકારની કક્ષાએથી જામનગર જિલ્લાની ચારે કચેરીઓને તાલુકા વાઈઝ-ગામ વાઈઝ કલસ્ટર બનાવવામાં આવે અને જે તે જિલ્લાના નવા ચેકડેમ કે ચેકડેમ રીપેરીંગની કામગીરી તેમને સોંપવામાં આવે. પછી ભળલે તે ચેકડેમની માલિકી અન્ય વિભાગની હોય, પણ એકંદરે તો તે માલિકી સરકારની જ છે. ઉપરાંત હાલ દરેક વિભાગમાં સ્ટાફની ઘટ હોય માટે વહીવટી સરળતાની દૃષ્ટિએ દરેક કચેરીના સ્ટાફને અલગ અલગ તાલુકામાં ન જવું પડે જેથી સમય અને સરકારી ખર્ચ પણ ઓછો થશે. તાલુકા વાઈઝ કલસ્ટર બનાવી તેમની જવાબદારી એક એક કચેરીને સોંપવામાં આવે તો આ કામગીરી ખૂબ ઝડપી તેમજ સમય મર્યાદામાં થઈ શકે તેમ છે અને ખેડૂતો ને તેનો લાભ મળી શકશે. તેમજ જામજોધપુર લાલપુર વિસ્તારમાં આ વર્ષે ઓછો વરસાદ હોવાથી મહતમ તળાવો પાણી વગરના છે, આથી તળાવોમાંથી માટી ઉપાડવાની કામગીરી વહેલી તકે શરૂ કરવા પણ ધારાસભ્ય દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial