Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક મહિલાના પિતાએ જમાઈ સામે નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧ઃ જોડિયાના રસનાળ ગામમાં ગયા શુક્રવારે એક મહિલાએ ઝેરી દવા પી લીધા પછી તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. માનસિક અસ્થિર પત્નીએ આત્મહત્યા કર્યાનું પતિએ પોલીસમાં જાહેર કર્યું હતું. તે પછી મૃતક મહિલાના પિતાએ પોતાની પુત્રીને ત્રાસ આપી મરી જવા માટે મજબૂર કર્યાની જમાઈ સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જોડિયા તાલુકાના રસનાળ ગામમાં કાનાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મોરબી જિલ્લાના કોયલી ગામના વતની દિનેશ ભનજીભાઈ ઉર્ફે અજમા જખાણીયા નામના શ્રમિકના પત્ની જયોત્સનાબેન ઉર્ફે રખુબેન (ઉ.વ.રપ)એ ગઈ તા.૨૩ની સાંજે રસનાળ ગામમાં પોતાના ઝૂંપડામાં કોઈ ઝેરી દવા પી લીધી હતી.
સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જે તે વખતે પોલીસે પતિ દિનેશનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેમના પત્ની જયોત્સનાબેન માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા હતા. તેણી અવારનવાર મરી જવા માટે પત્નીને કહેતા હતા. પછી તેણીએ દવા પીધી હતી.
ઉપરોક્ત બનાવ અંગે રાજકોટમાં હેમુ ગઢવી હોલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા મૃતક જયોત્સનાબેનના પિતા જીલુભાઈ બાબુભાઈ વાઘેલા નામના દેવીપૂજક પ્રૌઢે જોડિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની પુત્રીને જમાઈ દિનેશ ઉર્ફે અજમો ઝઘડા કરી હેરાન પરેશાન કરતો હતો. તે ત્રાસથી કંટાળી જઈ જયોત્સનાબેને ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે આ ફરિયાદ પરથી દિનેશ ઉર્ફે અજમા સામે આઈપીસી ૩૦૬ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial