Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીએમાં નવા પક્ષો ઉમેરવાની કવાયતઃ પી.એમ.ની હાજરીમાં બેઠક
નવી દિલ્હી તા. ૧ઃ ગઈકાલે મધ્યરાત્રિ પછી યેક પરોઢના સાડાત્રણ વાગ્યા સુધી વડાપ્રધાન મોદીની હાજરીમાં ભાજપ હાઈકમાન્ડની બેઠક ચાલી હતી. દસેક દિગ્ગજોની ઉમેદવારી ફાયનલ થઈ ગઈ હોય અને ૧૦ માર્ચ સુધી ૩૦૦ થી વધુ ઉમેદવારો જાહેર કરવાનું નક્કી થયું હોવાનું સૂત્રો જણાવે છે.
ગઈકાલે પરોઢિયે સાડાત્રણ વાગ્યા સુધી ચાલેલી ભાજપ હાઈકમાન્ડની બેઠકમાં વડાપ્રધાનની હાજરીમાં લોકસભાની ચૂંટણી માટે પ્રથમ યાદીને આખરી ઓપ અપાયો હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે દસેક દિગ્ગજોની ઉમેદવારી નક્કી થઈ છે, તેની યાદી જાહેર થશે અને ૧૦ મી માર્ચ સુધીમાં એનડીએના ૩૦૦ થી વધુ ઉમેદવારોની યાદી જાહેર થશે. ભાજપ ચૂંટણી જાહેર થતા પહેલા નબળી સીટોના ઉમેદવારોની યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરી દેશે, જેથી પ્રચારનો તેઓને પૂરતો સમય મળે.
આ બેઠકમાં પંજાબમાં અકાલી દળ, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે જનસેના સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન પર ગંભીર ચર્ચા થઈ હતી. ત્રણેય રાજ્યોમાં વાતચીત અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતિમાં મંત્રણાના અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ઉમેદવાર જાહેર ન કરવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોનું કહેવું છે કે, ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઈને નેતૃત્વનું વલણ સકારાત્મક છે.
શેરબજારઃ સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટનો ઉછાળો
મુંબઈ તા.૧ઃ આજે માર્ચના પ્રારંભે જ શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, અને સવારે ૧૦ વાગ્યાના ઉછાળા પછી છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial