Advertisement
Author: નોબત સમાચાર

ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડકટર યુનિટ સ્થાપવાની કેન્દ્રીય કેબિનેટે આપી મંજુરી

ગુજરાત બનશે મેન્યુફેકચરીંગ હબઃ ૧૦૦ દિવસમાં શરૂ થશે બાંધકામ

ખંભાળીયા તા. ૧ઃ ગુજરાતમાં બે સેમિકન્ડકટર યુનિટ સ્થાપવાની કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી છે. ધોલેરામાં સેમિકન્ડકટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સેમિકન્ડકટર એટીએમપી યુનિટની સ્થાપનાની મંજુરી મળતા આગામી ૧૦૦ દિવસમાં પ્લાન્ટનું કન્સ્ટ્રકશન વર્ક શરૂ થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં બે સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપનાની મંજુરી આપી છે. ભારતનું સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ હબ બનાવામાં ગુજરાતની અગ્રેસરતાને નવીન બે પ્રકલ્પો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનો આભાર માન્યો છે.

વડાપ્રધાને ભારતમાં સેમિકન્ડકટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેકચરિંગની ઈકોસિસ્ટમ ડેવલોપ કરવાના હેતુથી ગુજરાતમાં બે અને આસામમાં એક એમ કુલ ત્રણ સેમિકન્ડકટર યુનિટની સ્થાપનાની મંજુરી ગુરૂવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આપી હતી.

તદ્દઅનુસાર ધોલેરામાં સેમિકન્ડકટર ફેબ્રિકેશન યુનિટ તેમજ સાણંદમાં સેમિકન્ડકટર એટીએમપી યુનિટની સ્થાપનાની મંજુરી આપવામાં આવી છે. આ બંને યુનિટ-પ્લાન્ટનું કન્સ્ટ્રકશન વર્ક આગામી ૧૦૦ દિવસમાં શરૂ થશે. ધોલેરામાં કુલ રૂપિયા ૯૧ હજારના રોકાણ સાથે ટાટા ઈલેકટ્રોનિકસ પ્રાઈવેટ લિમિટેડ અને તાઈવાનની કંપની પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કોર્પોરેશન સાથે મળીને પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્લાન્ટ પ્રતિમાસ પ૦,૦૦૦ સેમિકન્ડકટર વેફરનું ઉત્પાદન કરશે. ઈલેકટ્રીક વ્હીકલ, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટીવ અને પાવર મેનેજમેન્ટમાં આ પ્રકારની સેમિકન્ડકટર ચીપનો ઉપયોગ થાય છે. સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઈલેકટ્રોનિકસ કોર્પોરેશન-જાપાન અને સ્ટાર્સ માઈક્રો ઈલેકટ્રોનિકસ થાઈલેન્ડના સંયુકત ઉપક્રમે રૂપિયા ૭૬૦૦ કરોડના રોકાણથી સેમિકન્ડકટર એ.ટી.એમ.પી. પ્લાન્ટ શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદમાં સેમિકોન કંપનીનો સેમિકન્ડકટર એટીએમપી પ્લાન્ટ નિર્માણાધિન છે ત્યારે આ બીજા પ્લાન્ટની મંજુરી મળતા હવે સાણંદમાં કુલ બે સેમિકન્ડકટર એટીએમપી પ્લાન્ટ કાર્યરત થશે. જુલાઈ-ર૦ર૩માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકોન કંપનીના એટીએમપી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વડાપ્રધાનના સેમિકન્ડકટર મિશન અને મુખ્યમંત્રીની માર્ગદર્શનમાં બનેલી ગુજરાત સેમિકન્ડકટર પોલિસી ર૦રર-ર૭ ના પરિણામે ગુજરાતમાં કુલ ત્રણ સેમિકન્ડકટર યુનિટની સ્થાપના થવા જઈ રહી છે. સેમિકન્ડકટર પોલિસી લાગુ કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જુલાઈ-ર૦રર માં સેમિકન્ડકટર પોલીસી જાહેર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦ર૪ ગેટવેટ ટુ ધી ફયુચર સેમિકન્ડકટર જેવા ભવિષ્યના ઉભરતા ક્ષેત્રો પર ફોકસ સાથે યોજાઈ હતી. આ સમિટમાં સેમિકન્ડકટર અને ઈલેકટ્રોનિકસ વિષય પર સ્પેસિફિક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષ જુલાઈમાં ઈન્ડિયા પ્રદર્શન પણ ગુજરાતના આંગણે યોજાયું હતું.

હવે વિશ્વની નામાંકિત સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપાવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેમિકન્ડકટર ક્ષેત્રે કવોન્ટ લીપ લગાવવા સજ્જ બન્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh