Advertisement
Author: નોબત સમાચાર

આસામમાં પી.એમ.ની મુલાકાત પહેલા જ સીએએ વિરોધી આંદોલન માટે ૩૦ સંગઠનો એકજુથ

એએએસયુના અધ્યક્ષ ઉત્પલ શર્માની ઘોષણાઃ

નવી દિલ્હી તા. ૧ઃ આસામની વડાપ્રધાન મોદીની ૮ મી માર્ચની મુલાકાત પહેલા જ સીએએ વિરોધી આંદોલન શરૂ થઈ જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આસામમાં નાગરિક્તા સુધારો કાયદા વિરૂદ્ધ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ) સહિત ૩૦ થી વધુ સંગઠનોએ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધું છે. એએએસયુના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આસામ પ્રવાસ દરમિયાન ૯ માર્ચે તમામ જિલ્લામાં ૧ર કલાકની ભૂખ હડતાલ સહિત આંદોલન કરવામાં આવશે.

૩૦ સ્વદેશી સંગઠનોના પ્રતિનિધિઓની સાથે બેઠક પછી એએએસયુના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યું કે, સીએએ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં પણ ઘણાં કેસ ચાલી રહ્યા છે અને દરમિયાન તેને લાગુ કરવાની જાહેરાત કરવી લોકોની સાથે ઘોર અન્યાય છે. તેમણે કહ્યું, આસામના લોકોએ ક્યારેય પણ સીએએનો સ્વીકાર કર્યો નથી અને જો તેને લાગુ કરવામાં આવે છે તો તે તરફ આગળ વધારવામાં આવેલા દરેક પગલાંનો વિરોધ કરીશું. તેમણે કહ્યું કે કાયદાકીય લડતની સાથે-સાથે આપણે કેન્દ્રના નિર્ણય વિરૂદ્ધ લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રાખીશું.

ઉત્પલ શર્માએ કહ્યું કે, સૃીએએ વિરોધી આંદોલન ૪ માર્ચે દરેક જિલ્લા કાર્યાલયમાં મોટરસાઈકલ રેલીઓની સાથે શરૂ થશે અને એક મશાલ જુલુસ પણ કાઢવામાં આવશે. તેમણે કહ્યું, અમે તેના વિરૂદ્ધ દરેક જિલ્લા મુખ્યાલયમાં મશાલ જુલુસ કાઢીશું અને રાજ્યભરમાં આંદોલન પણ કરીશું. શર્માએ કહ્યું, જ્યારે વડાપ્રધાન ૮ માર્ચે આસામ આવશે તો એએએસયુ અને ૩૦ અન્ય સંગઠન તે પાંચ યુવકોની તસ્વીરોની સમક્ષ દીવો પ્રગટાવશે જે ર૦૧૯ માં સીએએ વિરોધી પ્રદર્શનો દરમિયાન પોલીસની ફાયરીંગમાં મૃત્યુ પામ્યા હતાં.

વડાપ્રધાન ૮ માર્ચથી આસામના બે દિવસીય પ્રવાસ પર હશે. આ દરમિયાન તેઓ કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારી કરશે. ૧૭ મી સદીના અહોમ સેના કમાન્ડર લાચિત બોરફુકનની ૧રપ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે અને શિવસાગર મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે અને પ.પ લાખ વડાપ્રધાન આવાસ યોજનાથી બનેલા ઘરોનું ઉદ્ઘાટન કરશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહેલા જ પોતાના ભાષણોમાં સીએએના એલાનની વાત કરી ચૂક્યા છે. તેમણે સીએએ અંગે કહ્યું કે, ર૦૧૯ માં કાયદો પસાર થયો હતો. આ અંગે નિયમ જાહેર કર્યા પછી લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. સીએએ દેશનો કાયદો છે. તેનું નોટિફિકેશન નક્કી રીતે થઈ જશે. ચૂંટણી પહેલા જ સીએએ અમલમાં આવવાનું છે જેમાં કોઈએ કન્ફ્યૂઝન રાખવું જોઈએ નહીં.

અમિત શાહની આ જાહેરાત પછીથી ઘણાં રાજ્યોમાં હલચલ છે તો આસામે સીએએ વિરૂદ્ધ ફરીથી પ્રોટેસ્ટ કરવાનું એલાન કરી દીધું છે. વર્ષ ર૦૧૯ માં જ્યારે સીએએ વિરોધી પ્રોટેસ્ટ થયા હતાં ત્યારે આ દરમિયાન દેશભરમાં હિંસાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને જાનહાનિ પણ થઈ હતી. આસામમાં ખૂબ ઉગ્ર પ્રદર્શન થયા હતાં. આ પ્રદર્શન દરમિયાન પાંચ યુવકોના મોત થઈ ગયા હતાં. હવે એકવાર ફરી આસામના સંગઠનોએ સીએએના વિરોધમાં પ્રોટેસ્ટનું એલાન કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh