Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ૧૩ હજારથી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો આપશે બોર્ડની પરીક્ષા

કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈઃ

ખંભાળિયા તા. ૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં અપાયેલી વિગતો મુજબ જિલ્લામાં ધો. ૧૦ ના ૮પ૦૭, ધો. ૧ર સા.પ્ર.ના ૪૪ર૦ અને ધો. ૧ર વિ.પ્ર.ના ૪ર૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે. બેઠકોમાં પરીક્ષા દરમિયાન સીસી ટીવી રેકોર્ડીંગ, સ્ટ્રોંગ રૂમ અંગેની વિસ્તૃત માહિતી પણ અપાઈ હતી.

આગામી ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજનના અંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ પરીક્ષાના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૧૧ થી ર૬ માર્ચ ર૦ર૪ દરમિયાન ધો. ૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષા યોજાનાર છે, ત્યારે જિલ્લામાં ધો. ૧૦ ના ૩૪ બિલ્ડીંગમાં ૮પ૦૭ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧ર સામાન્ય પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૪૪ર૦ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની ૩ બિલ્ડીંગમાં ૪ર૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ઉપરાંત ધોરણ ૧ર સામાન્ય પ્રવાહની ૧૯ બિલ્ડીંગના ૧પ૧ બ્લોક, ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની ૩ બિલ્ડીંગમાં ર૩ બ્લોક તેમજ ધોરણ ૧૦ ની ૩૪ બિલ્ડીંગમાં ર૯૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે.

આગામી સમયમાં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની બોર્ડની પરીક્ષામાં જિલ્લાના વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેમજ સમયસર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પહોંચી જાય તે અંગે આયોજન કરવા તેમજ પરીક્ષા કેન્દ્રો પર તમામ સીસી ટીવી કેમેરાની ચકાસણી, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા તથા જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં.

ઉપરાંત એસટી વિભાગ દ્વારા તમામ રૂટ પર પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે અંગે વ્યવસ્થા તેમજ પીજીવીસીએલ વિભાગ દ્વારા જિલ્લાના તમમ પરીક્ષા કેન્દ્રો પર અવિરત વીજ પુરવઠો કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh