Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુગંધરા નારી શક્તિ સમિતિ જામનગર દ્વારા
જામનગર તા. ૧ઃ પશ્ચિમ બંગાળમાં મહિલાઓ, બાળકો, પરિવારો ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસાનો વિરોધ કરી યુગંધરા નારી શક્તિ સમિતિ-જામનગર દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.
આ ઘટનાઓ જે નિરંતર ઘટી રહી હતી. ૪૭ દિવસ અગાઉ ઈ.ડી.ના અધિકારીઓ ઉપર હુમલો થયા પછી અને શાહજ્હાં ખાન ફરાર થયા પછી જ સામે આવી હતી.
રાજકારણ અને ધાર્મિક કારણોથી પ્રેરીત આ કૃત્ય પોલીસ પ્રશાસન અને પશ્ચિમ બંગાળ સરકારની નાકામી ઉજાગર કરે છે. નાગરિકોના હિત, સુરક્ષા, સલામતીની વ્યવસ્થા રાજ્ય સરકારે કરવાની હોય છે.
બાળકો, મહિલાઓ સામે બર્બરતાપૂર્વક વ્યવહાર, યૌન ઉત્પીડન, મારપીટની અનેક ઘટના સામે આવી રહી છે. જમીન હડપવાના બનાવો વધી રહ્યા છે. આવી અનેક ઘટનાની પોલીસે સમયોચિત ફરિયાદ નોંધી નહોતી અને સમયસર કાર્યવાહી થઈ નહોતી. આવી ઘટનાનો અમો વિરોધ કરીએ છીએ.
આ આવેદનમાં એવી માંગણી કરવામાં આવી છે કે, પશ્ચિમ બંગાળમાં દોષિતો ઉપર કાર્યવાહી કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પીડીતાને ન્યાય આપવામાં આવે, મહિલા, બાળકો, પરિવારને સુરક્ષા અને આર્થિક સહાયતા આપવામાં આવે, કેન્દ્રિય ગૃહમંત્રાલય પણ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગ, માનવઅધિકાર આયોગ, રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગ દ્વારા પણ ત્વરિત પગલાં લેવાય તેવી માંગણી છે.
યુગંધરા નારી શક્તિ જામનગરના કન્વિનર ડો. પ્રતિક્ષા ભટ્ટ અને સહકન્વીનર અસ્મિતાબા ઝાલાની આગેવાનીમાં આવેદન પાઠવાયું હતું. જેમાં પાયલબેન શર્મા, રીટાબેન ઝીંઝુવાડિયા, જલ્પાબા જાડેજા, અપર્ણાબા જાડેજા, રસીલાબા જાડેજા, કિરણબેન પંડ્યા, ધારાબેન પુરોહિત, કૃપા લાલ, નિમિષા ત્રિવેદી, પ્રવિણાબેન કગથરા, જલ્પાબેન તેરૈયા, નિતાબેન પરમાર, કોમલ ધનવાણી, રીના નાનાણી વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial