Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એક જ દિ'માં સડસડાટ ૫.૫ ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી

જામનગર તા. ૧ઃ જામનગરમાં શિયાળાની વિદાય વચ્ચે ઉનાળાના આગમનના પડઘમ થઈ રહ્યા છે. નગરમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો સડસડાટ પ.પ ડીગ્રી ઊંચકાયને ૩૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે બપોરે ગરમીમાં વધારો થયો હતો. જામનગરમાં શિયાળાની ઋતુની વિદાય વચ્ચે ઉનાળાના આગમનના સંકેત મળી રહ્યા છે. તાપમાનમાં છેલ્લા બે દિવસથી વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનમાં છેલ્લા ૪૮ કલાકમાં ૭ ડીગ્રીનો વધારો થયો છે અને તેમાય જો આજે સવારે પૂરા થતા ચોવીસ કલાકની વાત કરીએ તો મહત્તમ તાપમાનનો પારો સડસડાટ પ.પ ડીગ્રી ઊંચકાયને ૩૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો તથા ર.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૧.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડી ગાયબ થઈ ગઈ હતી, અને પ્રજાજનોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ર ટકા વધીને ૮૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh