Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાણીપોરામાં આતંકીઓ છૂપાઠા હોવાની બાતમી પછી
શ્રીનગર તા. ૮: જમ્મુ-કાશ્મીરમાં સોપોરના પાણીપોરામાં આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળતા સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કર્યો હતો. તે પછી એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર કરાયા છે.
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકીને ઠાર કર્યા છે, જો કે હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્ત્વનું છે કે કાશ્મીરના સોપોર વિસ્તારમાં છૂપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગુરુવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સોપોરના પાણીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળ્યા પછી સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.
સુરક્ષા દળો જેવા છૂપાયેલા આતંકવદીઓની નજીક પહોંચ્યા કે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. તે પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે સોપોર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલમાં તેમની ઓળખ અને નેટવર્કની ખાતરી કરવામાં આવી રહી છે. આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણાં સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે, જેને પગલે સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી તેજ કરી છે. ર૦ ઓક્ટોબરના આતંકવાદીઓએ ગાદ રબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કંપનીના લેબર કેમ્પ પર હુમલો કરીને સાત લોકોની હત્યા કરી દીધી હતી.
આ પછી ર૪ ઓક્ટોબરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના બુટા પાથરી વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો જેમાં ત્રણ સૈનિકો અને બે નાગરિક મોતને ભેટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial