Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતો, વેપારીઓ, દલાલો, હોદ્દેદારો ઉપસ્થિત
ખંભાળીયા તા. ૮: ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાં શ્રીફળ વધેરી પેંડાથી મીઠું મોં કરાવી હરાજીની શરૂઆત થઈ હતી.
ખંભાળીયા માર્કેટીંગ યાર્ડ દિવાળી નવા વર્ષ નિમિત્તે બંધ રહ્યા પછી ગઈકાલે લાભ પાંચમના સહકારી અગ્રણી તથા પૂર્વ જિ.પં. પ્રમુખ તથા પૂર્વ યાર્ડ પ્રમુખ પી.એસ. જાડેજા દ્વારા શ્રીફળ વધેરીને હરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં યાર્ડના સેક્રેટરી ભાવેશભાઈ આહિર તથા અગ્રણી વેપારી રસીકભાઈ નકુમ વિગેરે જોડાયા હતાં.
પ્રથમ દિવસે હરાજીમાં વિવિધ જણસોમાં ઘઉંના ઉંચામાં ૫૭૦, બાજરો ૪૦૪, જુવાર ૫૭૬, ચણા ૧૪૨૦, અડદ ૧૬૦૦, મેથી ૧૧૦૬, મગફળી ૧૧૭૦, તલ ૨૪૦૪, સીંગદાણા ૧૨૫૧, સોયાબીન ૮૨૦, જીરૂ ૪૪૬૦ તથા કપાસના ૧૪૪૦ સુધી ભાવો બોલાયા હતાં.
લાભ પાંચમના યાર્ડમાં હરાજી શરૂ થતી હોય નવા વર્ષના શુભેચ્છાઓ સાથે યાર્ડના સદસ્યો, હોદ્દેદારો, વેપારીઓ ખેડૂત અગ્રણીઓ, દલાલો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial