Advertisement
Author: નોબત સમાચાર

વિરદાદા જશરાજ રઘુવંશી ફાઉન્ડેશન દ્વારા યાત્રા-પ્રવાસ

વહેલો તે પહેલોના ધોરણે પ૦ જ્ઞાતિબંધુઓ માટે

જામનગર તા. ૮: લોહાણા સમાજના સંતો-સુરાઓ, પરાક્રમી રાજાઓની જાણકારી રઘુવંશી ભાઈઓ બહેનો યુવાનોને પ્રાપ્ત થાય અને સમાજના પુરાવર્તન ઈતિહાસ વિશે જાગૃતિ કેળવાય તેવા શુભ હેતુ સાથે શ્રી વિરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૧૫-૧૨-૨૦૨૪ રવિવારના ઐતિહાસિક સ્થળના પ્રવાસનું આયોજન છે.

એક દિવસીય આ યાત્રા પ્રવાસમાં ત્રંબા ગામમાં આવેલ બજરંગદાસ બાપા, આશ્રમ, આટકોટનું વીરબાઈ માતાનું મંદિર, કોટડાપીઠાનું રઘુવંશી સમાજના પરાક્રમી યુવા રાજવી શ્રી વિરદાદા જશરાજનું મંદિર, જસદણમાં આવેલ શ્રી જલારામ મંદિર સહિતના આદ્યાત્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આ યાત્રાપ્રવાસ સવારે ૬-૩૦ વાગ્યે જામનગરથી પ્રસ્થાન થશે તેમજ રાત્રિના આશરે ૧૦ વાગ્યે જામનગર પરત આવશે સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિ ભોજનની વ્યવસ્થા અનુકૂળ સ્થળ પર રાખેલ છે.

આ પ્રવાસમાં પરિવાર સહિત જે રઘુવંશી જોડાવવાના હોય તેવા ૧૦ વર્ષ સુધીના બાળકો માટે કોઈ શુલ્ક નથી પરંતુ બાળકોને પોતાની સીટ પર સાથે બેસાડવાના રહેશે.

આ પ્રવાસમાં રઘુવંશી સમાજના કોઈપણ ભાઈઓ-બહેનો પરિવાર સહિત વહેલો તે પહેલાના ધોરણે પ્રવાસનું નક્કી થયેલ નિયત શુઃલ્ક તા. તા.૨૫ નવેમ્બર ૨૦૨૪ સુધી સંસ્થાના કાર્યાલય ૨૨૫ માધવ દર્શન કોમ્પ્લેક્ષ, ક્રિકેટ બંગલામાં બપોરે ૧ થી ૫ દરમ્યાન ભરપાઈ કરી નામ તેમજ મોબાઈલ નંબર સાથે નિયત ફોર્મ ભરપાઈ કરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તેમ શ્રી વિરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ કાનાબારે અનુરોધ કરેલ છે. વિશેષ માહિતી માટે ભરતભાઈ (મો. ૯૮૨૪૨ ૫૧૧૫૨) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh